Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

યુપીમાં ફંદો ગળામાં નાંખી સેલ્ફી લીધા બાદ પ્રેમીની આત્મહત્યા

ઘરના લોકોને સેલ્ફી મોકલ્યા બાદ મોતને વ્હાલું કર્યું : બસમાં પરત આવતા પ્રેમીને પ્રેમિકાના લગ્નની જાણ થતાં રસ્તામાં જ ઉતર્યો અને ખેતરમાં જઈને આત્મહત્યા કરી

હમીપુર, તા. ૬ : ઉત્તર પ્રદેશમાં એક દર્દનાક મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકે ફાંસીનો ફંદો ગળામાં નાંખીને પહેલા સેલ્ફી લીધી અને પોતાના ઘરના લોકો અને દોસ્તોને મોકલી આપી હતી. ત્યારબાદ ફાંસીના ફંદા ઉપર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ફાંસીની સેલ્ફી જોઈને પરિવારમાં કોહરામ મચી ગયો હતો. અનેક કલાકોની મહેનત બાદ પરિજન અને પોલીસે બાવળના ઝાડ પરથી લટકતા યુવકને શોધી શકી હતી. આ મામલો પ્રેમ પ્રસંગથી જોડાયેલો છે.

ઉલ્લેખનીય છે કે યુવકની પ્રેમિકાના લગ્ન થઈ ચૂક્યા હતા. પ્રેમિકાની વિદાયના સમાચા સાંભળીને યુવક ખુબ જ દુઃખ થયો હતો. અને યુવક ખેતરમાં જઈને બાવળના ઝાડ ઉપર ફાંસી લગાવી દીધી હતી.

હમીરપુર જિલ્લાના રાઠ પોલીસ સ્ટેશન ક્ષેત્રની અંદર આવનારા ઝખેડી ગામનો રહેનારો લક્ષ્મી પ્રસાદ પ્રજાપતિ ૧૯ રાજસ્થાનના અલવરમાં એક ફેક્ટ્રીમાં નોકરી કરે છે. તેની સગી ફોઈની નણંદ મહોબામાં રહેતી હતી. અહીં રહેનારી એક યુવતીને તે પ્રેમ કરતો હતો.

પરંતુ બંનેના પરિજન આ પ્રેમને સ્વીકાર્યો ન હતો. શુક્રવારે લક્ષ્મી પ્રસાદ રાજસ્થાનથી બસમાં પરત આવી રહ્યો હતો. ત્યારે તેની પ્રેમિકાના લગ્ન બાદ વિદાયની જાણકારી મળી હતી. આ યુવક પ્રેમિકાના લગ્નના સમાચારથી ખુબ જ દુઃખી હતી. આ વચ્ચે લલપુરા પોલીસ સ્ટેશનના સ્વાસા મોડની પાસે બસમાંથી ઉતરી ગયો હતો. જ્યાં ખેતરમાં જઈને ફાંસી લગાવી લીધી હતી. પોલીસ સ્ટેશન નિરીક્ષક ઓમપ્રકાશ યાદવે જણાવ્યું કે મૃતકના પિતા રાકેશ પ્રજાપતિ અને સંબંધીના મોબાઈલ ફોન ઉપર આવેલા મેસેજને લઈને પરેશાન હતા. તેઓ અહીં તહી શોધ કરી રહ્યા હતા. પરંતુ કંઈ જાણી શકાયું ન હતું. રાત્રે પોલીસ તેની શોધ કરતા ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં એક ઝાડ ઉપર તે ફંદા ઉપર લટકતો મળ્યો હતો. પોલીસે લાશને નીચે ઉતારીને પોર્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરુ કરી હતી.

(12:00 am IST)