Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કોરોના હજી નાબૂદ થયો નથી: કોવીડ ગાઇડલાઇનના નિયમ તોડનારને સાંખી લેવામાં નહી આવે: ઉદ્ધવ ઠાકરેની સાફ વાત

કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તેથી સાવધાની રાખવી હિતાવહ

મુંબઈ : દેશમાં કોરોનાની રફતાર ધીમી પડી છે દેશના અનેક રાજ્યોએ કોરોનાની ગાઇડ લાઇનના નિર્દેશ સાથે લોકડાઉનમાં છૂટછાટ આપી છે ,મહારાષટ્રમાં પણ કોરોનાના નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે સરકાર કોરોનાને લઇને સખ્ત બની છે. સરકારે સાફ સંકેત આપતાં કહ્યું છે કે કોરોના હજી નાબૂદ થયો નથી,તેથી રાજ્યમાં લોકડાઉનની પાંબદીઓ હટાવવામાં આવી નથી.

રાજ્ય સરકારે સાફ સંકેત આપતાં જણવાવ્યું છે કે જિલ્લા પ્રશસનની સ્થિતિને જોતા પાંબદી સંભધિત નિર્ણય લેવામાં આવશે. કોરોના મામલે ગાઇડલાઇનું નિયમ તોડનારને સાંખી લેવામાં નહી આવે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ જિલ્લા અધિકારીની બેઠકમાં આ વાત કહી હતી.

 

કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન કરીન રાજ્ય સરકારે પાંચ લેવલ અનલોક માટે તૈયાર કર્યા છે પરતું સંબધિત લોકલ ઓથોરિટીએ વિચાર કરીને નિર્ણય લેવાનુ જરૂરી છે.પૂર્ણરીતે પાંબદી હટાવવામાં આવી નથી. કોરોનાના સ્થિતિ સામાન્ય બની રહી છે પરતું કોરોના પૂર્ણ રીતે નાબૂદ થયો નથી એટલે કે કોરોનાની ગાઇડલાઇન અમલી જરૂરી છે. કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તેથી સાવધાની રાખવી હિતાવહ છે.

કોરોનાની સ્થિતિ માં દર્દીઓની સંખ્યામાં ઉતાર ચઢાવ આવી શકે છે. સરકાર અલગ અલગ લેવલ તાયાર કર પરતું તમને લાગે સ્થાનિક લેવલ પર પાંબદીઓ જરીરૂ છે તો કોઇના પણ દબાવવમાં આવ્યા વગર જરૂરી નિર્ણય લેવાનો અધિકાર જિલ્લા અદિકારીને આપવામાં આવ્યો છે

(12:00 am IST)