Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

દિલ્હીમાં શેમ્પુ- કંડીશનરની બોટલોમાં લવાયેલું 135 કરોડનું હેરોઇન ઝડપાયું : હૈદરાબાદમાં પણ 12 કિલો હેરોઈન પકડાયું

બે અફઘાન નાગરિકોની ધરપકડ :બંને આરોપી દુબઈથી અમીરાત એરલાઇન્સમાં આવ્યાં હતા

નવી દિલ્હી : દિલ્હી એરપોર્ટ પરથી 136 કરોડની કિંમતનું હેરોઇન પકડાયું છે.

કસ્ટમ્સ વિભાગે દિલ્હીના IIG એરપોર્ટ પર 2 અફઘાન નાગરિકોની ધરપકડ કરી છે, જેની બેગમાંથી 19.5 કિલો હેરોઇન  ઝડપાયું છે, જેની કિંમત 136 કરોડ રૂપિયા છે. આ હેરોઈન શેમ્પૂ અને કન્ડિશનરની બોટલોમાં ભરીને લવાયું હતું. આ બંને આરોપી દુબઈથી અમીરાત એરલાઇન્સમાં આવ્યાં હતા

 

અહેવાલો અનુસાર 15 એપ્રિલથી દિલ્હી એરપોર્ટ પર જ હેરોઇનના પાંચ મોટા જથ્થા પકડવામાં આવ્યાં છે જેની કિંમત આશરે 160 કરોડ રૂપિયા છે.

હૈદરાબાદમાં બે અલગ અલગ ગુનામાં કુલ 12 કિલો Heroin ઝડપાયું છે. હૈદરાબાદના આરજીઆઈ એરપોર્ટ પરથી DRI એ યુગાન્ડાની મહિલા પાસેથી આશરે 25 કરોડની કિંમતનું 3.9 કિલો હેરોઇન પકડ્યું છે. આ મહિલા તેની બેગમાં હિરોઇન છુપાવીને લાવી હતી.

બીજા ગુનામાં DRI એ હૈદરાબાદના RGI એરપોર્ટથી એક ઝામ્બિયન મહિલા પાસેથી આશરે 8 કિલોની હેરોઇન ઝડપી પાડ્યું છે, જેની કિંમત 52 કરોડથી વધુ થાય છે.મહિલાએ આ Heroin ને ગેસ પાઇપ રોલમાં છુપાવ્યું હતું.

જાન્યુઆરીમાં કસ્ટમ અધિકારીઓએ એક અફઘાનિસ્તાનના નાગરિકને ઝડપી લીધો હતો. શોધખોળ દરમિયાન તેના પેટમાં પ્લાસ્ટિકની 89 કેપ્સ્યુલ્સમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ કેપ્સ્યુલ્સમાં આશરે 635 ગ્રામ Heroin મળી આવ્યું. જેની કિંમત રૂ4.50 કરોડ હતી.

તાજેતરમાં દિલ્હી પોલીસે એક ગેંગ પકડી હતી જે મસાલાઓની આડમાં Heroin ની તસ્કરી કરતી હતી. આ માટે ગેંગ મસાલાની બોરીઓમાં ખાસ પ્રકારનું કેમિકલ અને હેરોઇનની પેસ્ટ બનાવી લગાડતા.

(9:11 am IST)