Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 1.00.866 કેસ નોંધાયા : વધુ 1.72.993 દર્દીઓ રિકવર થયા : વધુ 2436 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.49.221 થયો :એક્ટિવ કેસ ઘટીને 13. 98. 617 થયા : કુલ કેસની સંખ્યા 2.89.09.311 થઇ

સૌથી વધુ તામિલનાડુમાં 20.421 કેસ, કેરળમાં 14.672 કેસ,કર્ણાટકમાં 12.209 કેસ, મહારાષ્ટ્રમાં 12.557 કેસ, આંધ્રપ્રદેશમાં 8976 કેસ,પશ્ચિમ બંગાળમાં 7002 કેસ, ઓરિસ્સામાં 7002 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં નવા 1.00.866 કેસ નોંધાયા છે. જ્યારે 1.72.993 દર્દીઓ રિકવર થયા છે  . દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં  1.00.866 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2436 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,49.221  થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.00.866 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,89.09.311 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 13.98.617 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.72.993 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,71.49.889 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 20.421 કેસ, કેરળમાં 14.672 કેસ,કર્ણાટકમાં 12.209 કેસ, મહારાષ્ટ્રમાં 12.557 કેસ, આંધ્રપ્રદેશમાં 8976 કેસ,પશ્ચિમ બંગાળમાં 7002 કેસ, ઓરિસ્સામાં 7002 કેસ નોંધાયા છે

(12:00 am IST)