Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૦૪

ફકત આ

‘‘તે ધ્‍યાનનો સાર છેઃ ફકત આ. ફકત આ પણ માટે જ જાગૃત રહેવુ તે ધ્‍યાન છે-તેને જોવુ, તેનું અવલોકન કરવું, કોઇપણ જાતની નીંદા કર્યા વગર, કોઇપણ અર્થઘટન કર્યા વગર, ફકત દર્પણની જેમ બની રહેવું.''

મન ફકત ભૂતકાળ અથવા ભવિષ્‍યમાં રહી શકે વર્તમાન કોણ તેની કબર છે. આ પળમાં મન રહી જ ના શકે અને મન વગરની અવસ્‍થા એ જ ધ્‍યાન છે.

આ મહાન રહસ્‍યોમાનું એક બની શકે છે તે દિવ્‍યતાના દરવાજા ખોલવા માટેની ચાવી બની શકે છે જયારે મનમાથી કઇક પસાર થઇ રહ્યું છે ત્‍યારે યાદ રાખો ફકત આ. આ ખરાબ છે કે આ સારૂં છે. તેવુ ના કહો તુલના ના કરો એવી ઇચ્‍છા ના રાખોકે આ બદલી જાય જે કઇપણ છે, તે છે અને જે કઇપણ નથી, તે નથી.

આ જ તાણમાંથી બધા લોકો દુઃખ ઉત્‍પન્‍ ન કરે છે લોકો જે નથી તે મેળવવાનો પ્રયત્‍ન કરે છે અને જે છે તેને ભૂલી -જાય છે.

ઉદાહરણ તરીકે જયારે તમે રહો છો, તમારા ઉંડાણમાં તેને ધ્‍યાન બનાવી દો, ફકત આ. તેનું વર્ગીકરણ ના કરો. એવુ ના-વિચારો કે તે હોવું ના જોઇએ. એવુ ના વિચારો કે બીજા શું-વિચારશે તેને થવા દો અને તમે શાંત રહો, એક પ્રેક્ષક તરીકે રડવુ સારૂ પણ નથી અને ખરાબ પણ નથી કઇપણ સારૂ કે ખરાબ હોતું નથીઃ તે ફકત હોય છે જો આપણે-નીર્ણાયક ના બનીએ તો મન અદ્રશ્‍ય થવા લાગે છે અને મન-વગર હકીકતને જોવી તેજ સત્‍ય છે.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:00 am IST)