Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વાણીજયક્ષેત્રનો શ્રેષ્ઠ અભ્યાસક્રમ એટલે સીએ

સીએ ફાઉન્ડેશનની પરીક્ષા વર્ષમાં બે વખત આપી શકાય, પોસ્ટલ કોર્ષ હોય વિદ્યાર્થી તેની સાથે બી.કોમ., સીએસ કે સીએમએ પણ કરી શકે

આજના આ વૈશ્વિકરણ  અને ઉદારીકરણના યુગમાં જયારે ભારતીય ઉદ્યોગસાહસિકો દેશની સરહદો પાર કરી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે ચાર્ટડ એકાઉન્ટન્ટ (સીએ ) વિકાસનાં માર્ગ પર તેઓના પથદર્શક તરીકે પોતાની ભૂમિકા ભજવે છે. ધંધાના નીતિવિષયક નિર્ણયો  કે નાણકીય બાબતો હોય, રોકાણો ના પ્રશ્ન હોય કે કરવેરાના જટિલ નિયમો  હોય, દરેક સમસ્યાઓનું સચોટ નિરાકરણ સીએ કરી આપે છે.  આ સીએ કોર્ષના માળખામાં તાજેતરમાં આમૂલ પરિવર્તનત થયેલ છે. હવે ધોરણ ૧૦ પાસ(અથવા માસ પ્રમોશન) મેળવ્યા પછી પણ સીએ કરવું શક્ય છે. તો સીએ કોર્ષના આ નવા અભ્યાસક્રમ અંગે વિદ્યાર્થીઓમાં ઉદભવતા વિવિધ પ્રશ્નોની માહિતી આ મુજબ છે.

. 1  સીએ કોર્ષનું માળખું કયા પ્રકારનું છે ?

સીએ કોર્ષ  નીચે મુજબનાં ત્રણ ભાગમાં વહેંચાયેલો છે.

(1) CA Foundation

(2) CA Intermediate Course

(3) CA Final

. સીએ ફાઉન્ડેશન શું છે અને તેમાં પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાત શું છે ?

સીએ ફાઉન્ડેશનએ સીએ કોર્ષનું પ્રવેશદ્વાર છે. આ ઉપરાતં જે વિદ્યાર્થીએ ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરેલ હોય(માસ પ્રમોશન મેળવેલ હોય) તેવા વિદ્યાર્થી પણ Provisional Registration કરાવી શકે છે. તેમજ તાજેતરમાં ધોરણ ૧૨ની પરીક્ષામાં તાજેતરમાં માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓ પણ આગામી ૩૦ જૂન પહેલા રજિસ્ટ્રેશન કરાવી નવેમ્બર ૨૦૨૧માં સીએ ફાઉન્ડેશન પરીક્ષા આપી શકે છે.

.  શું સ્નાતક કે અનુસ્નાતક વિદ્યાર્થી ઓએ પણ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપવી જરૂરી છે ?

સ્નાતક કે અનુસ્નાતક વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપવી જરૂરી નથી. તેઓ CA Intermediate માં સીધો જ પ્રવેશ મેળવી શકે છે.

 . ૪ સીએ ફાઉન્ડેશન  કોર્ષ કેટલા સમયનો છે ? અને તેની પરીક્ષા ક્યારે લેવાય છે ? કયાં લેવાય છે?

સીએ ફાઉન્ડેશનની પરીક્ષા વર્ષમાં બૅ વાર મે અને નવેમ્બરમાં લેવાય છે. પરીક્ષાના ચાર મહીના પહેલા વિદ્યાર્થીએ પોતાનું રજીસ્ટ્રેશન ICAI માં કરાવાનું રહે છે. એટલે કે હાલમાં ધોરણ ૧૨ની પરિક્ષામાં માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓ  ૩૦/૦૬/૨૦૨૧ પહેલાં રજીસ્ટ્રેશન કરાવી અને નવેમ્બર ૨૦૨૧માં સીએ ફાઉન્ડેશન ની પરીક્ષા આપી શકે  છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને જામનગર ખાતે આ પરીક્ષા લેવાય છે.

. ૫. સીએ ફાઉન્ડેશન ની પરીક્ષા પદ્ધતિ કેવી છે ?

સીએ ફાઉન્ડેશનની પરીક્ષા વર્ણનાત્મક  (Descriptive) અને હેતુલક્ષી   (Objective) પરીક્ષા પદ્ધતિ નું મિશ્રણ  છે.

. ૬. સીએ ફાઉન્ડેશન પરીક્ષા કેટલા ગુણની હોય છે અને તેમાં કયાં વિષયોનો સમાવેશ થાય છે ?

સીએ ફાઉન્ડેશન પરીક્ષા ૪૦૦ ગુણોની છે જેમા એકાઉન્ટ અને વેપારી કાયદો જેવા વર્ણનાત્મક, તથા ગણિત અને આંકડાશાસ્ત્ર તેમજ અર્થશાસ્ત્ર જેવા હેતુલક્ષી તેમ ચાર પેપર્સનો સમાવેશ થાય છે.

સીએ ફાઉન્ડેશન પરીક્ષામાં ઉતિર્ણ થવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા ૪૦ ટકા તથા કુલ ૫૦ ટકા લેવા જરૂરી છે.

 ..૭  શું સીએ ફાઉન્ડેશનમાં નેગેટીવ માર્કીંગની જૉગવાઈ છે?

હા, સીએ ફાઉન્ડેશન પરીક્ષામાં ખોટા જવાબ બદલ નેગેટીવ માર્કીંગની જૉગવાઈ હેતુલક્ષી  પરીક્ષામાં છે જે અંતર્ગત કોઈ -'નો ખોટા જવાબ આપવાથી સાચા જવાબ આપવાને લીધે પ્રાપ્ત કરેલ ગુણમાંથી ૦.૨૫ માર્ક કપાય જાય છે.

 ..૮  શું વિદ્યાર્થી  સીએ ફાઉન્ડેશન સાથે અન્ય કોર્ષ કરી શકે છે?

સીએ ફાઉન્ડેશનએ પોસ્ટલ કોર્ષ હોવાથી વિદ્યાર્થી તેની સાથે બી.કોમ પણ કરી શકે છે.આ ઉપરાંત વિદ્યાર્થી સીએ  સાથે સીએસ અથવા સીએમએ પણ કરી શકે છે.

 . સીએ ફાઉન્ડેશન પાસ કર્યા બાદ વિદ્યાર્થી  શેમાં પ્રવેશ મેળવી શકે છે?

સીએ ફાઉન્ડેશનમાં ઉર્તિણ થયા બાદ વિદ્યાર્થી CA Intermediateમાં પ્રવેશ મેળવી શકે છે અને ત્યારબાદ સીએ ફાઇનલમાં પ્રવેશ મેળવે છે. આ બંને પ્રોગ્રામમાં  વિદ્યાર્થીએ અનુક્રમે ૮ અને ૮ વિષયોનો અભ્યાસ કરવો પડે છે. આ બંને પરીક્ષામાં ઉતીર્ણ થયા બાદ જરૂરી તાલીમ તેમજ આર્ટિકલશિપ પૂર્ણ કરી  વિદ્યાર્થી સીએની ડિગ્રી મેળવી શકે છે.

. ૧૦. વિદ્યાર્થી સીએ કોર્ષ કેટલા વર્ષમાં પૂર્ણ કરી શકે?

જો વિદ્યાર્થી ધોરણ ૧૦ પાસ કર્યા પછી પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન  કરાવે છે તો  ચાર વર્ષમાં સીએની ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે. સ્નાતક વિદ્યાર્થી માટે સીએ ફાઉન્ડેશન જરૂરી નથી માટે સ્નાાતક વિદ્યાર્થી ફકત ૩ વર્ષમાં કોર્ષ પૂર્ણ કરી શકે છે.

. ૧૧. સીએ કોર્ષની વધુ માહિતી ક્યાંથી મેળવી શકાય?

સીએ કોર્ષની વધુ માહિતી વિદ્યાર્થીઓ સીએ ઈન્સ્ટીટયુટની વેબસાઈટ www.icai.org પરથી પણ માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થી પતંજલિ ઇન્સ્ટીટયુટનાં હેલ્પલાઈન નંબર ૯૯૭૮૪ ૦૧૯૦૫ પરથી મેળવી શકે છે. આ મોબાઈલ નંબર પર વોટ્સએપ કરવાથી સીએ તેમજ સીએસ કોર્ષની સંપૂર્ણ માહિતી આપતી પુસ્તિકાની પી.ડી.એફ. ફાઇલ આપને મોકલી આપવામાં આવશે. વધુ માહિતી માટે પતંજલિ ઇન્સ્ટીટયુટની ઓફીસનો સંપર્ક કરવા વિનંતી  કરાઇ છે.

સ્થળ : 'હોલી-ડે સેન્ટર પોઈન્ટ', રામ-કૃષ્ણ નગર મેઈન રોડ, મ્યુ. કોર્પોરેશન કમિશ્નરના બંગલાની સામે, રાજકોટ. મો. ૯૯૭૮૪ ૦૧૯૦૫ / ૭૦૪૩૬ ૭૦૦૭૦

(10:09 am IST)