Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ઇંધણ ભડકે બળે છે

૩૨ દિવસમાં ૨૧ વખત ભાવ વધ્યા

આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે ૨૭ પૈસાનો જયારે ડિઝલમા પ્રતિ લિટરે ૨૯ પૈસાનો વધારો થયો છે

નવી દિલ્હી, તા.૭: દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત ભાવ વધારો થતા નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વાતો આવ્યો છે. દેશમાં છેલ્લા ૩૨ દિવસમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ૨૧ વખત ભાવ વધારો થયો છે. રાજયમાં આજે પેટ્રોલમાં પ્રતિ લિટરે ૨૭ પૈસાનો જયારે ડિઝલમા પ્રતિ લિટરે ૨૯ પૈસાનો વધારો થયો છે. દિલ્લીમાં પણ પેટ્રોલ ૯૫ રૂપિયા તો ડિઝલ ૮૬ રૂપિયાની વિક્રમી સપાટીને પાર પહોંચી ગયો છે.

નવા ભાવ વધારા સાથે રાજયના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિ લિટરે ૯૨.૩૩ રૂપિયા તો ડિઝલનો પ્રતિ લિટરે ૯૨.૯૦ રૂપિયા પર પહોંચી ગયું છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે ૯૨.૫૩ રૂપિયા, જયારે ડિઝલની કિંમત ૯૩.૯ રૂપિયા પર પહોંચી ગયો છે.

રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટરે ૯૨.૧૧ રૂપિયા, તો ડિઝલ ૯૨. ૬૯ રૂપિયા પ્રતિ લિટરે વેંચાય રહ્યું છે.

વડોદરામાં પેટ્રોલનો એક લિટરનો ભાવ ૯૨ રૂપિયા તો ડિઝલનો એક લીટરનો ભાવ ૯૨.૫૭ રૂપિયા પર પહોંચી ગયો છે.

જામનગરમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૨.૨૬ રૂપિયા, ડિઝલનો ભાવ ૯૨.૮૨ રૂપિયા પર પહોંચી ગયો છે.

જૂનાગઢમાં પણ પેટ્રોલનો એક લીટરનો ભાવ ૯૨.૯૪ રૂપિયા, અને ડિઝલનો ભાવ ૯૩.૫૨ રૂપિયા પર પહોંચી ગયો છે.

સુરતમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૨.૩૫ રૂપિયા પર, તો ડિઝલનો ભાવ ૯૨.૯૩ રૂપિયા પર પહોંચી ગયો છે.

ભાવનગરમાં પેટ્રોલનો એક લીટરનો ભાવ ૯૩.૦૯ રૂપિયા, તો ડિઝલનો એક લીટરનો ભાવ ૯૪.૪૬ રૂપિયા પર પહોંચી ગયો છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એકસાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેકસ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

(3:16 pm IST)