Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વકીલ નીકળ્યા મહિલા મિત્ર સાથે લોન્ગ ડ્રાઇવ પરઃ મહિલાના પતિએ રસ્તા પર જ મેથીપાક આપ્યો

વકીલ અને પોતાની પત્નિને હાઇ-વે પર ફરતાં જોઇ પતિએ પીતો ગુમાવ્યો : રોડ પર ચાલી રહેલા ડ્રામાને કેટલાક લોકોએ વીડિયોમાં કેદ કરી વીડિયો વાયરલ કર્યો

ભોપાલ,તા.૮: હાલમાં સોશિયલ મીડિયા પર એક વકીલ સાથે મારઝૂડનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાક લોકો વકીલ સાહેબની મનભરીને પિટાઇ કરતાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વીડિયોમાં વકીલ સાથે એક મહિલા પણ જોવા મળી તે વકીલને સતત બચાવવાના પ્રયત્ન કરી રહી છે. જેના લીધે આ કઝિયો ઉભો થયો હતો. વકીલ તેમની મહિલા મિત્ર સાથે હાઇ-વે પર ફરવા નીકળ્યા હતા. જે દરમિયાન મહિલાના પતિએ તેમને જોઇ લીધા અને તેમનો પીછો કરતાં હાઇ-વે પર પહોંચી ગયો.

વકીલની મહિલા મિત્રના પતિએ હાઇ-વે પર જ વકીલની પિટાઇ શરુ કરી દીધી હતી. આ દરમિયાન લોકોના ટોળા જોવા ચડ્યા હતા. પહેલા તો લોકોએ મારઝૂડ રોકવાનો પ્રયત્ન કરી વકીલને બચાવ્યા, પરંતુ સમગ્ર કેસ સામે આવતાં લોકો વચ્ચેથી હટી ગયા હતા. જે પછી મહિલાના પતિ અને તેના સાથીદારોએ વકીલને ઢોર માર માર્યો હતો. લગભગ અડધા કલાકથી વધુ ચાલેલા આ હાઇ વોલ્ટેજ ડ્રામામાં બંને પક્ષેથી કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

આ કિસ્સો મધ્ય પ્રદેશના દતિયાનો છે. આ કેસમાં મહિલા મિત્ર સાથે ફરવા નીકળેલા વકીલ દતિયાના નામચીન વ્યકિત છે અને કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં સરકારી વકીલ પણ રહી ચૂકયા છે. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવુ હતું કે દતિયાના નામચિન વકીલ તેમની મહિલા મિત્ર સાથે ફરવા માટે નીકળ્યા હતા, પરંતુ મહિલાના પતિને તેની જાણ થતાં આખો બખેડો ઉભો થયો હતો.

આ દરમિયાન દ્યટનાસ્થળે હાજર કેટલાક મહાનુભાવોએ સમગ્ર દ્યટનાનો વીડિઓ બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો.

(10:11 am IST)