Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કોરોના ટાઢો પડયોઃ બે મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા

૨૪ કલાકમાં નોંધાયા ૧૦૦૬૩૬ કેસઃ ૨૪૨૭ દર્દીઓના મોતઃ દેશમાં ૨૫ દિવસથી નવા કેસોના મુકાબલે રીકવર થયેલા લોકોની સંખ્‍યા વધુઃ રીકવરી રેટ ૯૩.૯૪ ટકા : દેશમાં કોરોનાના કુલ કેસ ૨૮૯૦૯૯૭૫: કુલ મૃત્‍યુઆંક ૩૪૯૧૮૬: સક્રિય કેસની સંખ્‍યા ૧૪૦૧૬૦૯

નવી દિલ્‍હી, તા. ૭ :. દેશમાં કોરોનાની બીજી લહેરથી સતત રાહત મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦૦૬૩૬ નવા કેસ સામે આવ્‍યા છે. આ સિવાય ૧૭૪૩૯૯ લોકો ડીસ્‍ચાર્જ થયા છે. છેલ્લા ૬૧ દિવસમાં પહેલીવાર ૨૪ કલાકમાં આટલા ઓછા નવા કેસ મળ્‍યા છે. જો કે મોતનો આંકડો નવા કેસની સરખામણીમાં ઓછી ગતિએ ઘટી રહ્યો છે જે ચિંતાની બાબત છે. એક દિવસમાં ૨૪૨૭ લોકોના મોત થયા છે. દેશમાં એકટીવ કેસની સંખ્‍યામાં પણ મોટી રાહત મળી છે. એક તરફ નવા કેસનો આંકડો ૧ લાખ પર આવી ગયો છે તો સક્રીય કેસની સંખ્‍યા ૧૪ લાખ પર આવી ગઈ છે. એક દિવસમાં જ એકટીવ કેસની સંખ્‍યામાં ૭૬૧૯૦નો ઘટાડો નોંધાયો છે.

 

કોરોનાથી રાહતનું અનુમાન એ બાબતથી પણ લગાવી શકાય છે કે સતત ૨૫ દિવસથી નવા કેસના મુકાબલે રીકવર થનારા લોકોની સંખ્‍યા વધી છે. આ સિવાય રીકવરી રેટ પણ ઝડપથી વધી ૯૩.૯૪ ટકા ઉપર આવી ગયો છે. હાલ વિકલી પોઝીટીવીટી રેટ પણ ૬.૨૧ ટકા છે.

 

ભારતમાં ૧૦૦૬૩૬ નવા કેસ આવ્‍યા બાદ કુલ કેસની સંખ્‍યા ૨૮૯૦૯૯૭૫ થઈ છે. ૨૪૨૭ નવા મોત સાથે કુલ મોતની સંખ્‍યા ૩૪૯૧૮૬ની થઈ છે. ૧૭૪૩૯૯ નવા ડીસ્‍ચાર્જ બાદ કુલ સાજા થયેલાઓની સંખ્‍યા ૨૭૧૫૯૧૮૦ની થઈ છે. દેશમાં સક્રિય કેસ ૧૪૦૧૬૦૯ છે.

દેશમાં કુલ વેકસીનેશન ૨૩૨૭૮૬૪૮૨ થયેલ છે.

(10:38 am IST)