Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ઇંધણના ભાવમાં ફરી આગ : દેશના 136 જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો

પેટ્રોલની કિંમત 28 પૈસા અને ડીઝલની કિંમત 27 પૈસા પ્રતિ લિટર વધારો ઝીક્યો

મુંબઇઃ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે. દેશના 136 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને વટાવી ગયા છે. માત્ર ચાલુ વર્ષમાં પેટ્રોલની કિંમત અત્યાર  સુધી 13 ટકા વધી ગઇ છે. આજે પેટ્રોલ 26-31 પૈસા પ્રતિ લિટર વધી ગયા છે, જ્યારે ડીઝલના ભાવ 26-28 પૈસા પ્રતિ લિટર સુધી વધી ગયા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ 72 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયા છે, જેનાથી આગામી સમયમાં ભાવ વધુ ઉંચે જેવાની આશંકા છે.

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે સોમવાર 7 જૂનના રોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ  જાહેર કર્યા છે. જેમાં પેટ્રોલની કિંમત 28 પૈસા અને ડીઝલની કિંમત 27 પૈસા પ્રતિ લિટર વધાર્યા છે. આ સાથે સતત બીજા દિવસ અને અને ચાલુ જૂન મહિનામાં ચોથી વખત ભાવ વધ્યા છે.

(10:48 am IST)