Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પરાજ્‍યથી બોધપાઠ લ્‍યો : ભાવિ પડકારો માટે તૈયાર રહો

પીએમ મોદીએ પક્ષના નેતાઓને આપી સલાહ

નવી દિલ્‍હી તા. ૭ : રવિવારે સાંજે બીજેપી અધ્‍યક્ષ જે પી નડ્ડા અને દરેક મહાસચિવોનીᅠસાથે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએᅠએક બેઠક યોજી. આ બેઠક સાંજે ૫ કલાક ચાલી. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પીએમ મોદીના પક્ષના ઉચ્‍ચ પદાધિકારીઓનીᅠસાથે આ પ્રથમ બેઠક હતી. બેઠકમાં નરેન્‍દ્ર મોદીએᅠકહ્યું કે પક્ષને હારથી પણ શીખ લેવાની જરૂરિયાત છે. નરેન્‍દ્ર મોદીએᅠપક્ષ નેતાઓને કહ્યું કે જીત હોય કે હાર બીજેપી તેના દેખાવની વિગતવાર સમીક્ષા કરવી જોઈએ જેથી તે ભવિષ્‍યની ચૂંટણીઓની તૈયારી કરી શકે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે પヘમિ બંગાળમાં પાર્ટીએ જોવું જોઈએ કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીએમસી કેવી રીતે પાછી ફરી. તેમણે પાર્ટી નેતાઓને સોશિયલ મીડિયાનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવાની સલાહ આપી અને પ્રાદેશિક ભાષાઓમાં તેના વિસ્‍તરણ વિશે વાત કરી.

દરેક રાષ્ટ્રીય મહાસચીવોની સાથે યોજાયેલી બેઠકમાં જણાવવામાંઆવી રહ્યું છે કે આ બેઠક બે કારણોના લીધે યોજાય છે. પહેલું એ કે બીજેપીએ કોરોના કાળ દરમિયાનસેવા જ સંગઠન કાર્યક્રમ ચલાવ્‍યો છે. જેનીસમીક્ષા પાક તરફથી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આવતા વર્ષે ૬ રાજયોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેમાં સૌથી મહત્‍વપૂર્ણ રાજયોમાંથી એક ઉત્તરપ્રદેશપણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશઉપરાંત ગુજરાત, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, અને ગોવામાં ચૂંટણી યોજાવાની છે.

કેરળના મુદ્દા પર બોલીને મોદીએᅠપક્ષ નેતાઓને ગઠબંધન બનાવ અને ગેર-હિન્‍દૂᅠસમુદાયોને બીજેપીના સમર્થન આધાર પર લાવવામાં અક્કડતા છોડવાની સલાહ આપી તેઓએᅠકહ્યું કે બીજેપીને રાજયમાં ખ્રિસ્‍તી સમુદાયનાᅠવિશ્વાસને જીતવાનાᅠપ્રયત્‍નો કરવા જોઈએ

(10:41 am IST)