Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

અનલોકના માર્ગે દેશઃ અનેક રાજ્‍યોમાં આજથી છૂટછાટ

કોરોનાની બીજી લહેર ઠંડી પડયા બાદ આજથી જીંદગી અનલોક થઈ

નવી દિલ્‍હી, તા. ૭ :. દેશમાં કોરોનાની બીજી લહેર સુસ્‍ત પડયા બાદ હવે આજથી દેશના અનેક રાજ્‍યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે. જે હેઠળ વિવિધ પ્રકારની છૂટછાટ અને રાહતો આપવામાં આવી રહી છે. દિલ્‍હી-યુપીથી લઈને મહારાષ્‍ટ્ર સુધી અનેક રાજ્‍યોમાં જીંદગી અનલોક થવા લાગી છે. ઉત્તર પ્રદેશના ૩ જિલ્લાઓને બાદ કરતા બધા જિલ્લામાં લોકડાઉન હટાવાયુ છે તો દિલ્‍હીમાં આજથી ઓડઈવન આધાર પર માલ અને દુકાનોને ખોલવાની મંજુરી આપવામાં આવી છે. મહારાષ્‍ટ્રએ ૫ પ્રકારની છૂટછાટો જાહેર કરી છે.

મુંબઈમાં આજથી રેસ્‍ટોરા, બીનજરૂરી સામાનવાળી દુકાનો અને જાહેર સ્‍થળો ખોલવામાં આવ્‍યા છે પરંતુ મોલ-સિનેમા ઘરો બંધ રહેશે.

તામીલનાડુમાં આજથી અનેક પ્રકારની છૂટછાટો જાહેર કરવામાં આવી છે.

મધ્‍ય પ્રદેશ સરકારે કેટલીક શરતો સાથે અનલોક જાહેર કર્યુ છે. જ્‍યારે છત્તીસગઢમાં પણ છૂટછાટો આપવામાં આવી છે.

જો કે કર્ણાટક, હિમાચલ, સિક્કીમ અને ગોવામાં પ્રતિબંધો હજુ ચાલુ રહેશે.

(10:44 am IST)