Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

બાબા રામદેવની વધશે મુશ્કેલી : બિહારમાં IMA એક સામટા 105 કેસ દાખલ કરશે

IMAની બિહાર શાખાએ 38 જિલ્લાઓમાં ફેલાયેલ 105 એકમોને બાબા રામદેવ વિરૂદ્ધ અલગ અલગ કેસ કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી : બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો થશે ,ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની બિહારની શાખએ રવિવારે 38 જિલ્લાઓમાં ફેલાએલા પોતાના 105  એકમોને યોગગુરૂ રામદેવ વિરૂદ્ધ અલગ અલગ કેસ કરવાનો આદેશ આપ્યો છે

   આઈએમએ બિહારના સચિવ ડો સુનીલ કુમારે કહ્યું કે રાજ્ય શાખા થોડા દિવસની અંદર મામલો દાખલ કરાવશે અને અન્ય દરેક એકમોને પણ આમ કરવા કહેશે. પટનામાં IMAની 13 શાખાઓ છે. અલગ અલગ કેસ દાખલ કરવાનો નિર્ણય કાર્યવાહ અધ્યક્ષ ડો અજય કુમારની અધ્યક્ષતામાં આઈએમએના એક કોલ બાદ થયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. બેઠકમાં આઈએમએના અધ્યક્ષ ડો સહજાનંદ પ્રસાદ સિંહ પણ હાજર હતા. તેમણે કહ્યું કે દેશમાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના કેસ દાખલ કરાઈ રહ્યા છે.

 આઈએમએની રાષ્ટ્રીય સંસ્થાએ પણ નવી દિલ્હીની એક સરકારી પ્રયોગશાળામાં કોરોનિલની રાસાયણિક તપાસ શરૂ કરાવી દીધી છે. તે રોગ પ્રતિકારક બૂસ્ટર તરીકે રામદેવ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી આયુર્વેદિક દવા છે અને બેક્ટેરિયા અથવા વાયરસથી થતી શ્વાસને લગતી સમસ્યાઓ અને ફિવર સામે અસરકારક છે.

IMAના અધ્યક્ષ ડોક્ટર સહજાનંદના જણાવ્યા અનુસાર "કોવિડ-19 મહામારી દુનિયાની ચિકિત્સા પ્રણાલી માટે એક મોટો પડકાર છે. દરેક દેશોમાં મોટાભાગે સામાન્ય ઉપાયો, દવાઓ અને સારવાર સાથે તેના સામે લડવામાં આવ્યું. ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને વેક્સિનને વધુ સારી બનાવવી અને વેક્સિનેશનને વધુ મજબૂત કરવાનું શરૂ કર્યું. ભારતે સૌથી સારૂ પ્રદર્શન કર્યું અને વેક્સિનને વિકસિત કરી અને વેક્સિનેશન અભિયાનને આગળ વધાર્યું

(11:31 am IST)