Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પાકિસ્તાન જેલમાં બંધ ૧૭ ભારતીયોની સજા પુરી : દેશ વાપસી અટકી

નવી દિલ્હી, તા., ૭: પાકિસ્તાનની જેલમાં બંધ ૧૭ ભારતીયોની ૬ વર્ષ પછી પણ ઓળખાણ નથી થઇ શકી. બધાને પાકિસ્તાને માનસીક રૂપથી અસ્વસ્થ બતાવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની તસ્વીરો વેબસાઇટ ઉપર દર્શાવી છે. રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશો ઉપરાંત આમ લોકોની મદદ માંગવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે આ તમામે પોતાની સજા પુરી કરી લીધી છે. પરંતુ રાષ્ટ્રીયતા  પુરવાર ન થવાને કારણે તેમને ભારત લાવી શકાતા નથી. માનસીક અસ્વસ્થાને કારણે તેઓ પોતાના પરીવારજનોના નામ કે તેમના એડ્રેસ સહીતની જાણકારી આપવામાં અક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે આ કેદીઓમાં ૪ મહિલાઓ પણ સામેલ છે. પાકિસ્તાની અધિકારીઓએ તેમને ગુલ્લુજાન, અજમીરા, નાકાયા અને હસીના નામ આપ્યંુ છે. અન્ય કેદીઓના નામોમાં સોનુ સિંહ, સુરીન્દર મહતો, પ્રહલાદસિંહ,  સીલરોક સલીમ, બીરજુ, રાજુ, બીપલા, રૂપી પાલ, પનવાસી લાલ, રાજુ માહોલી, શ્યામસુંદર, રમેશ અને રાજુ રાય છે.

(1:14 pm IST)