Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સાંજે ૫ વાગ્યે પીએમનું રાષ્ટ્રજોગ સંબોધન

અનલોક - ફ્રી વેકસીન - આર્થિક પેકેજ કે પછી બીજું કઇ ? લોકોમાં અટકળો

નવી દિલ્હી તા. ૭ : કોરોનાની બીજી લહેર ઓછી થવાની સાથે જ દેશમાં આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે સાંજે પાંચ વાગ્યે દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે અનલોકની પ્રક્રિયા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લોકોને સાવધાની રાખવાની અપીલ કરશે સાથે જ રસીકરણ અંગે પણ સંદેશ આપશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો હતો. એક દિવસમાં ચાર લાખથી વધુ કેસ રેકોર્ડ બ્રેક નોંધવામાં આવ્યા હતા. જો કે હવે સ્થિતિ થોડી કાબુમાં આવી છે. હવે નવા કેસની સંખ્યા ૧ લાખ સુધી પહોંચી છે. જ્યારે એકટીવ કેસની સંખ્યા ૧૫ લાખથી નીચે આવી છે.

કોરોનાની બીજી લહેર નબળી થયા બાદ અનેક રાજ્યોએ અનલોક શરૂ કર્યું છે.

(3:17 pm IST)