Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કોરોનાની ઇલાજની નવી ગાઇડલાઇન્સ

જેમને કોરોનાના લક્ષણો નથી કે હળવા લક્ષણો છે તેમણે કોઇપણ પ્રકારની દવાની જરૂર નથી

પૌષ્ટિક આહાર અને પોઝિટિવ વિચારસરણીથી સાજા થઇ શકાશે

નવી દિલ્હી તા. ૭ : દેશમાં કોરોનાની બીજી લહેર ચાલુ છે. રાહતની વાત એ છે કે નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો ચાલુ જ છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે સંશોધિત ગાઇડલાઇન્સ બહાર પાડી છે. તેમાં કોરોના દર્દીની સારવાર માટે હાઇડ્રોકસીકલોરોકવીન, આઇવરમેકિટન, ડોકસીસાઇકિલન સહિત અનેક દવાઓ પર રોક લગાવી દીધી છે. જ્યારે આ પહેલા દવાઓ કોરોના દર્દીને મોટાપાયે આપવામાં આવી રહી હતી.

હવે દર્દીઓને ફકત તાવ માટે એન્ટિપાઇરેટિક અને શરદી-ઉધરસ માટે એન્ટીટ્યૂસિવ જ આપવામાં આવશે.

નવી ગાઇડલાઇનમાં ડોકટરોને દર્દીઓના બિનજરૂરી ટેસ્ટ પણ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં સિટી સ્કેન પણ સામેલ છે. કોરોનાથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સ. ફેસ માસ્ક તેમજ હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ જો કોઇ વ્યકિત કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને ફોન પર કન્સલ્ટેશન કરવા અને પૌષ્ટિક આહાર લેવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ગાઇડલાઇનમાં, કોરોના દર્દીઓ અને તેમના પરિવારોને ફોન અથવા વિડિઓ કોલ દ્વારા સકારાત્મક રીતે વાત કરવા અને એકબીજા સાથે જોડાયેલા રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે. આમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોનાના લક્ષણો ન ધરાવતા દર્દીઓ માટે કોઈ દવા સૂચવવામાં આવી નથી.

જો કે તેઓ અન્ય કોઈ રોગથી પીડાતા ન હોવા જોઇએ. તે જ સમયે, હળવા લક્ષણોવાળા દર્દીઓને જાતે જ તાવ, શ્વાસની તકલીફ અને ઓકિસજનનું લેવલ ચેક કરવા માટે કહેવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના ચેપના લક્ષણોવાળા દર્દીઓએ એન્ટિપાયરેટિક અને એન્ટિટ્યુસિવ દવાઓ લેવી જોઈએ. ખાંસી માટે, તેઓએ પાંચ દિવસ માટે દિવસમાં બે વખત ૮૦૦ એમસીજી બૂડસોનાઇડ લેવી જોઈએ.

હવે ફકત એન્ટિપાઇરેટિક અને શરદી-ખાંસીના લક્ષણો માટે એન્ટિટ્યુસિવ જ આપવામાં આવશે. આ ઉપરાંત એસિમ્પ્ટોમેટિક દર્દીઓને સીટી સ્કેન જેવા બિનજરૂરી ટેસ્ટ લખવાની પણ મનાઈ કરી હતી.(૨૧.૩૨)

હળવા લક્ષણમાં આ દવાઓ લેવી નહિ

.   હાઇડ્રોકસીકલોરોકવીન

.   આઇવરમેકિટન

.   ડોકસીસાઇકિલન

.   ઝીંક, મલ્ટી વિટામિન

.   ડેકસામેથાસોન

.   સ્ટેરોઇડ્સ

પૌષ્ટિક આહારનું સેવન કરવું

.   તાજા ફળ - શાકભાજી

.   દાળ, બીન્સ, ડ્રાયફ્રુટ

.   મકાઇ, બાજરો, ઓટ્સ

   ઘઉં, બ્રાઉન રાઇસ

.   બટેટા, શક્કરીયુ, અરબી,

.   માંસ, માછલી, ઇંડા, દૂધ

(3:18 pm IST)