Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

ખોરાકજન્ય બીમારી દર વર્ષે ત્રણ કરોડ લોકોનો લે છે ભોગ

જાણો કેમ ઉજવાય છે આ દિવસઃ શું છે થીમઃ ઈતિહાસ અને મહત્ત્વ?

નવી દિલ્હી, તા.૭: વિશ્વભરમાં દર વર્ષે ૭ જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એટલે કે World Food Safety Dayની ઉજવણી થાય છે. ખોરાકજન્ય રોગોમાં પટકાતા લોકોને જાગૃત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ ઉપરાંત દરેક વ્યકિતને સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન પૂરતા પ્રમાણમાં મળી શકે તેવો હેતુ પણ

આ દિવસની ઉજવણીમાં સમાયેલો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ માટે થીમ નક્કી કરવામાં આવી છે. ચાલુ વર્ષની થીમ તંદુરસ્ત આવતીકાલ માટે આજનું સુરક્ષિત ભોજન છે. આ વર્ષની થીમ સુરક્ષિત ભોજનના ઉત્પાદન અને ઉપભોગ ઉપર કેન્દ્રિત છે. ભોજન સુરક્ષિત રહે તો વ્યકિત, ગ્રહ અને અર્થવ્યવસ્થાને તાત્કાલિક અને લાંબા સમય માટે ફાયદો થાય છે. જે રીતે દર દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસના કાર્યક્રમો નિશ્યિત થીમના આધારે હોય છે, ચાલુ વર્ષે પણ આવું જ બનશે. અલબત્ત્। કોરોના મહામારીના કારણે કાર્યક્રમો વર્ચ્યુઅલ રહેશે.

આ દિવસ લોકોમાં ખોરાક સુરક્ષાની જાગૃતિ લાવવા ઉજવાય છે. આ દિવસની ઉજવણીની જાહેરાત યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ડિસેમ્બર ૨૦૧૮માં ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કરવામાં આવી હતી. આ પ્રયાસ ખોરાક દ્વારા થતા રોગોના કારણે વિશ્વ પરના ભારણને ઓળખવાનો હતો.

વર્લ્ડ ફૂડ સેફટી ડેની ઉજવણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન આ ક્ષેત્રને લગતી અન્ય સંસ્થાઓના સહયોગથી કરે છે. સંગઠન દ્વારા વિશ્વમાં ખોરાકજન્ય રોગોનો ભાર ઘટાડવા માટે ખોરાક સુરક્ષા તરફના પ્રયાસોને મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો છે.

ખાદ્ય પદાર્થનું સેવન કરતા પહેલા તેનું ઉત્પાદન, સંગ્રહ અને વિતરણથી ફૂડ ચેઇનનું દરેક પગલું સંપૂર્ણ સુરક્ષિત છે કે નહીં તે ખાદ્ય સુરક્ષા સુનિશ્યિત કરે છે. આ માટે જ ખાદ્ય સુરક્ષા દિવસનું મહત્વ વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મત મુજબ દૂષિત કે બેકટેરિયાયુકત ખોરાકના કારણે દર વર્ષે દર ૧૦માંથી એક વ્યકિત બીમાર પડે છે. વૈશ્વિક વસ્તી મુજબ આ આંકડો ૬૦ કરોડે પહોંચી શકે છે. વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશોમાં દર વર્ષે ખોરાક અને પાણીજન્ય રોગોથી લગભગ ત્રણ મિલિયન લોકો મોતને ભેટે છે.

(4:49 pm IST)