Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની ખુરશી હાલકડોલક : વિશ્વાસ મત પર વોટિંગ થયું શરૂ

સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ સાંસદોએ પોતાના જ પીએમના રાજીનામાની માંગ કરી હતી

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની ખુરશી છોડવાની અટકળોએ જોર પકડ્યું છે. પીએમ પદ પર તેમના ચાલુ રહેવા અંગે શંકાની સ્થિતિ છે. ત્યારે બ્રિટનની સંસદમાં વિશ્વાસ મત પર વોટિંગ શરૂ થઇ ગઇ છે. કન્ઝર્વેટિવ સાંસદોએ વોટિંગ કર્યું છે. આ વોટિંગ પછી બોરિસ જોનસનનું ભવિષ્ય સ્પષ્ટ થઇ જશે. મળતી માહિતી મુજબ સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ સાંસદોએ પોતાના જ પીએમના રાજીનામાની માંગ કરી છે.

(11:01 pm IST)