Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

આસામ: ભાજપ સરકારના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પત્નીનું નામ 'પીપીઈ કિટ કૌભાંડ' સાથે જોડાયું

આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાની પત્ની રિંકી ભુયાન સરમાનું નામ "પીપીઈ" કિટના સપ્લાય સાથે જોડાયેલા  કૌભાંડ સાથે જોડાયા બાદ રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
 વાસ્તવમાં, કોવિડ-૧૯ મહામારી દરમિયાન, મુખ્યમંત્રીની પત્ની રિંકી ભુયાન સરમાની કંપની જેસીબી ઈન્ડસ્ટ્રીઝે આસામના નેશનલ હેલ્થ મિશનને "પીપીઈ" કીટ સપ્લાય કરી હતી.  તે દરમિયાન હિમંતા બિસ્વા સરમા રાજ્યના આરોગ્ય મંત્રી હતા.

રિંકી ભુયાન સરમાએ નેશનલ હેલ્થ મિશનને લગભગ ૧૫૦૦ "પીપીઈ" કિટ સપ્લાય કરવાની કબૂલાત કરતું નિવેદન બહાર પાડ્યું હતું પરંતુ ભ્રષ્ટાચાર સંબંધિત તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે "પીપીઈ" કિટ સીએસઆર પ્રોગ્રામ હેઠળ આપવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના આસામ યુનિટે સોમવારે આમ આદમી પાર્ટીના આસામ યુનિટે સોમવારે આમ આદમી પાર્ટીના આસામ યુનિટે સોમવારે પીપીઈ કિટની ખરીદીમાં કથિત વિસંગતતાઓ સામે લતાસિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
 આ દરમિયાન ગુવાહાટીમાં વિરોધ કરી રહેલા પાર્ટીના સભ્યોએ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે

(11:04 pm IST)