Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ડાયાબિટીસ દર્દીઓને કોરોનાનો ખતરો : સરકારે પહેલી વાર ટાઈપ-1 માટે જાહેર કરી માર્ગદર્શિકા

દર્દીઓને વિશેષ સાવધાની રાખવાની તથા બચવાના ઉપાય કરવાની સલાહ આપી

નવી દિલ્હી :  ડાયાબિટીસના દર્દીઓને કોરોના ખૂબ સતાવી રહ્યો છે અને મહામારીમાં ડાયાબિટીસના દર્દીઓની ખૂબ સંભાળ લેવી જરુરી છે કારણે કે જે લોકોને ડાયાબિટીસ થયેલો છે તેમને કોરોના થઈ રહ્યો છે આવી સ્થિતિને ટાળવા સરકાર એક્શનમાં આવી છે અને ટાઈપ-1 ડાયાબિટીસ માટે પહેલી વાર ગાઈડલાઈન્સ બહાર પાડીને દર્દીઓને વિશેષ સાવધાની રાખવાની તથા બચવાના ઉપાય કરવાની સલાહ આપી છે.

ડાયાબિટીસના દર્દીઓ બચાવના ઉપાય કરતા રહે- સરકાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળના ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ટાઈપ-1 ડાયાબિટીસના દર્દીઓ માટે એક ગાઈડલાઈન્સ બહાર પાડી છે. ઈન્ડીયન કાઉન્સિલે ડાયાબિટીસના દર્દીઓને બચાવના ઉપાય કરતા રહેવાની સલાહ આપી છે.

ટાઈપ-1 ડાયાબિટીસ ગાઈડલાઈન્સના મુખ્ય મુદ્દા
(1) ભારતમાં યુવાન લોકોમાં ટાઈપ-1 ડાયાબિટીસ વધી રહ્યો છે
(2) ટાઈપ-1 ડાયાબિટીસ બાળકો અને કિશોરમાં જોવા મળી રહ્યો છે
(3) સમાન સારવાર પૂરી પાડવી સૌથી મોટો પડકાર
(4) બચાવના ઉપાય કરીને ડાયાબિટીસના લક્ષણોમાં ઘટાડો કરી શકાય છે.

ટાઇપ-1 ડાયાબિટીસ
ડાયાબિટીસને 'ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ' તરીકે ઓળખવામાં આવે છે, જે કિસ્સામાં સ્વાદુપિંડ ખૂબ જ ઓછું અથવા બિલકુલ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી. આવા દર્દીઓએ જીવનભર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવાની જરૂર પડી શકે છે. આનુવંશિકતા અને અન્ય કેટલાક પરિબળો તમને ટાઇપ-1 ડાયાબિટીસનું જોખમ વધારે છે. આ પ્રકારના ડાયાબિટીસના કિસ્સાઓ સામાન્ય રીતે બાળપણ અથવા કિશોરાવસ્થા દરમિયાન જ સ્પષ્ટ થાય છે. અધ્યયનો દર્શાવે છે કે આવા લોકોમાં કોવિડ -19 નું જોખમ વધારે હોઈ શકે છે, આને ધ્યાનમાં રાખીને, આઇસીએમઆરએ માર્ગદર્શિકા બહાર પાડીને તેમને નિવારક પગલાં લેવાની સલાહ આપી છે.

ટાઇપ 1 ડાયાબિટીસના લક્ષણો

ટાઇપ-2 ડાયાબિટીસની સરખામણીએ ટાઇપ-1ના લક્ષણો અચાનક દેખાવા લાગે છે, જેને ગંભીરતાથી લેવાની જરૂર છે

(1) વધુ ભૂખ અને તરસ લાગવી
(2) વારંવાર પેશાબની ઈચ્છા થવી
(3) વજનમાં અચાનક ઘટાડો
(4) ચીડિયાપણું અને મિજાજમાં ફેરફારો
(5) થાક અને નબળાઈ
(6) અસ્પષ્ટ દેખાવા માટે

આ અગાઉ ઈન્ડીયન મેડિકલ કાઉન્સિલે ટાઈપ-2 ડાયાબિટીસ માટે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી પરંતુ પહેલી વાર સંસ્થાએ ટાઈપ-1 ડાયાબિટીસ માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે.

હાલમાં ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે અને ચોથી લહેરનો ખતરો ઊભો થયો છે અને ડાયાબિટીસનો દર્દીઓને કોરોના થવાનો મોટો ખતરો રહેલો હોવાથી સરકારે અગમચેતી વાપરીને ગંભીર ગણાતા ટાઈપ-1 ડાયાબિટીસથી બચવાની દર્દીઓને સલાહ આપી છે.

(12:19 am IST)