Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

PNB કૌભાંડમાં EDએ દાખલ કરી સપ્‍લીમેન્‍ટરી ચાર્જશીટઃ મેહુલ ચોક્‍સીની પત્‍નિ પ્રીતિ પણ આરોપી

EDએ તેની ચાર્જશીટમાં મેહુલ ચોકસીની પત્‍નિ પ્રીતિ ચોક્‍સીનું નામ રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુના PNB બેંક કૌભાંડના લાભાર્થી તરીકે જાહેર કર્યુ છે અને દાવો કર્યો છે કે તે પણ ૨૦૧૭થી ફરાર છે અને તેના પતિ સાથે અન્‍ય દેશમાં છુપાયેલી છે

મુંબઈ, તા.૭: એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એ પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંબંધમાં ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્‍સી, તેની પત્‍ની પ્રીતિ અને અન્‍ય લોકો સામે નવી ચાર્જશીટ દાખલ કરી છે. પ્રીતિ વિરુદ્ધ EDની આ પહેલી ફરિયાદ છે.
EDએ તેના પર ગુનામાં તેના પતિની મદદ કરવાનો આરોપ લગાવ્‍યો છે. પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ હેઠળ, EDએ માર્ચમાં મુંબઈની વિશેષ અદાલતમાં આ ચાર્જશીટ રજૂ કરી હતી, પરંતુ કોર્ટે સોમવારે તેની નોંધ લીધી હતી.
EDએ તેની ચાર્જશીટમાં મેહુલ ચોકસીની પત્‍ની પ્રીતિ ચોક્‍સીનું નામ રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુના PNB બેંક કૌભાંડના લાભાર્થી તરીકે જાહેર કર્યું છે અને દાવો કર્યો છે કે તે પણ ૨૦૧૭થી ફરાર છે અને તેના પતિ સાથે અન્‍ય દેશમાં છુપાયેલી છે. ચોક્‍સી દંપતી ઉપરાંત, તપાસ એજન્‍સીએ તેમની ત્રણ કંપનીઓ - ગીતાંજલિ જેમ્‍સ લિમિટેડ, ગિલી ઈન્‍ડિયા લિમિટેડ, નક્ષત્ર બ્રાન્‍ડ લિમિટેડ અને મુંબઈમાં ભ્‍ફગ્ની બ્રાન્‍ડી હાઉસ શાખાના નિવળત્ત ડેપ્‍યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીનું નામ આપ્‍યું છે. તમને જણાવી દઈએ કે નીરવ મોદી આ કેસમાં મુખ્‍ય આરોપી છે.
PNB બેંક કૌભાંડ કેસમાં મેહુલ ચોક્‍સી સામે આ ત્રીજી ચાર્જશીટ છે. પ્રથમ ચાર્જશીટ ૨૦૧૮માં અને બીજી ૨૦૨૦માં દાખલ કરવામાં આવી હતી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ED લાંબા સમયથી આ કૌભાંડમાં પ્રીતિ ચોકસીની ભૂમિકાની તપાસ કરી રહી છે. નવી ચાર્જશીટ મુજબ, પ્રીતિ ચોક્‍સી જેને પ્રીતિ પ્રદ્યોતકુમાર કોઠારી તરીકે પણ ઓળખવામાં આવે છે તે UAEમાં હિલિંગ્‍ડન હોલ્‍ડિંગ્‍સ લિમિટેડ અને ચેરિંગ ક્રોસ હોલ્‍ડિંગ્‍સ લિમિટેડ સહિતની ૩ કંપનીઓની છેલ્લી બેનિફિશિયલ માલિક હતી.
તે દુબઈ, હોંગકોંગ અને અન્‍ય દેશોમાં કેટલીક શંકાસ્‍પદ શેલ કંપનીઓ ચલાવવામાં સામેલ હતી અને તેના પતિની ગેરકાયદેસર પ્રવળત્તિઓથી વાકેફ હતી. પ્રીતિ ચોક્‍સી સંપૂર્ણ રીતે વાકેફ હતી કે મેહુલ ચોક્‍સી હિલિંગ્‍ડન હોલ્‍ડિંગ્‍સ લિમિટેડ, ગોલ્‍ડહોક ડીએમસીસી અને એશિયન ડાયમંડ જ્‍વેલરી યુએઈની કંપનીઓ પર ફાયદાકારક માલિકી અને નિયંત્રણ ધરાવે છે. તેણીએ તેના પતિને યુએઈમાં પ્રોપર્ટી ખરીદવા માટે કંપનીઓને સામેલ કરવામાં મદદ કરી. ચ્‍ઝએ આ કેસમાં પૂછપરછ માટે પ્રીતિ ચોક્‍સીને સમન્‍સ પણ જારી કર્યું હતું, પરંતુ તે હાજર થઈ ન હતી.

 

(10:29 am IST)