Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

એસવીપી ગ્‍લોબલ ટેક્‍સટાઈલ્‍સનો ચોખ્‍ખો નફો ૧૮૭ ટકા વધીને રૂ. ૭૧ કરોડ

મુંબઇ,તા.૭: નાણાંકીય વર્ષ ૨૦૨૨ દરમિયાન કપાસની વધતી કિંમતોના લીધે  ટેક્‍સટાઈલ ઉદ્યોગ સતત તાણ અનુભવી રહ્યો છે. સપ્‍ટેમ્‍બર ૨૦૨૨માં નવો પાક આવે ત્‍યાં સુધી આ તણાવ ચાલુ રહે તેવી શક્‍યતા છે. હાલની પરિસ્‍થિતિ છતાં એસવીપી ગ્‍લોબલ ટેક્‍સટાઈલ્‍સ લિમિટેડે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૭૧.૨૮ કરોડનો ચોખ્‍ખો નફો (ચોખ્‍ખા નફાનું માર્જિન ચાર ટકા) નોંધાવ્‍યો છે જે ગત નાણાંકીય વર્ષમાં રૂ. ૨૪.૮૫ કરોડના ચોખ્‍ખા નફા (ચોખ્‍ખા નફાનું માર્જિન ૧.૭૫ ટકા) કરતાં ૧૮૬.૮૪ ટકા વધુ હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૨માં આવકો રૂ. ૧,૭૭૮.૩૭ કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષની રૂ. ૧,૪૨૨.૪૦ કરોડની આવક કરતાં ૨૫.૦૩ ટકા વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨માં એબિટા રૂ. ૩૦૩.૬૧ કરોડ રહી હતી (એબિટા માર્જિન ૧૭.૦૭ ટકા) જે ગત નાણાંકીય વર્ષમાં રૂ. ૨૩૪.૧૯ કરોડ (એબિટા માર્જિન ૧૬.૪૬ ટકા)થી ૨૯.૬૪ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૨માં ઈપીએસ શેરદીઠ રૂ. ૫.૬૭ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૧માં શેરદીઠ રૂ. ૧.૯૮ હતી.

(10:44 am IST)