Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ઇન્‍કમટેક્ષ વિભાગની વેબસાઇટમાં ફરીથી લોચોઃ ફિચર કામ નથી કરતુ

નવી દિલ્‍હીઃ ઇન્‍કમટેક્ષ વિભાગની વેબસાઇટમાં ફરી એક વખત લોચો પડયો હોવાની ફરિયાદો મળી છે. આયકર વિભાગની વિભાગની વેબસાઇટમાં સર્ચ ફિચર કામ નથી કરતુ. આઇટી વિભાગે ટ્‍વિટ કરી આ માહિતી આપી છે. આયકર વિભાગે ટ્‍વિટમાં કહ્યું છે કે, સર્ચ ફંકશનથી સંબંધિત સમસ્‍યા અમારા ધ્‍યાને આવી છે. આયકર વિભાગે મામલાને સીઝ કરી દીધેલ છે.

દેશની બીજી મોટી આઇટી કંપની ઇન્‍ફોસીસને આ બાબતે તપાસ કરવાના નિર્દેશો અપાયા છે. કંપનીએ કહ્યું છે કે, અમે પ્રાથમિકતાના આધારે મામલો હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઇન્‍ફોસીસ દ્વારા વિકસીત અને નવા ઇન્‍કમટેક્ષ પોર્ટલને ૭ જુન ૨૦૨૧ના રોજ લોન્‍ચ કરવામાં આવ્‍યુ હતો, શરૂઆતથી જ પોર્ટલને લઇને મુશ્‍કેલીઓ આવી રહી છે. એક કરદાતાએ જણાવ્‍યું છે કે, ગમે તે સર્ચ કરાવો એટલે ઉપર હેક્‍ડ બાય હેકર ઇસ્‍લામ લખેલુ આવી જાય છે. તેઓનું કહેવુ છે કે આ ટેકનિકલ ભૂલ છે કે આ વેબસાઇટ હેક કરવામાં આવી છે. અનેક યુઝર્સે ફરિયાદ કરી છે કે, તેઓ પોર્ટલ ઉપર પોતાના ટેક્ષ રેકોર્ડને એક્‍સેસ કરી શકતા નથી. કોઇએ એવુ કહ્યું છે કે, પોર્ટલ હેક કરવામાં આવેલ છે. આવુ અનેક વખત થયુ છે. સરકારે કહ્યું છે કે, ઇન્‍ફોસીસ આ બાબતે કામ કરી રહેલ છે.

(3:50 pm IST)