Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રાજસ્‍થાને હીટવેવમાં રેકોર્ડ બનાવ્‍યોઃ ૫૧ દિવસ અગ્નિવર્ષાઃ લોકો અકળાઇ ઉઠયા

એક દાયકામાં સૌથી ગરમ વર્ષ રહ્યુ઼ ૨૦૨૨નુ઼ં

જયપુર, તા.૭: કાળઝાળ ગરમી સામે ઝઝૂમી રહેલું રાજસ્‍થાન આ વર્ષે સમગ્ર દેશમાં હીટવેવનું મુખ્‍ય સ્‍થળ બની રહ્યું છે. આ વર્ષે રાજસ્‍થાનમાં દેશમાં સૌથી વધુ હીટવેવનો અનુભવ થયો છે. આલમ એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં રાજ્‍યમાં ૫૧ દિવસ સુધી હીટવેવનો સમયગાળો રહ્યો હતો. આ જ કારણ છે કે ૨૦૨૨ છેલ્લા દાયકામાં સૌથી ગરમ વર્ષ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, જ્‍યારે કોઈ સ્‍થળનું તાપમાન સામાન્‍ય કરતા ૫ ડિગ્રી સેલ્‍સિયસથી વધુ હોય છે, ત્‍યારે હીટ વેવ એલર્ટ જારી કરવામાં આવે છે. રાજસ્‍થાનમાં આ વર્ષે માર્ચ મહિનાથી હીટવેવ ચાલુ છે. રાજ્‍યમાં ૧૧ માર્ચથી હીટવેવનો તબક્કો શરૂ થયો છે. તે અત્‍યાર સુધી ચાલુ છે.
હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, રાજસ્‍થાનમાં સામાન્‍ય રીતે એપ્રિલમાં હીટવેવ શરૂ થાય છે. પરંતુ આ વર્ષે માર્ચથી જ હીટવેવનો તબક્કો શરૂ થઈ ગયો હતો. રાજસ્‍થાનમાં આ વખતે હીટવેવ ૨૦૧૯ની સરખામણીમાં બમણાથી વધુ દિવસો સુધી ચાલી હતી. વર્ષ ૨૦૧૯માં હીટવેવ માત્ર ૨૦ દિવસ ચાલ્‍યું હતું. પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક ગરમીના કારણે આ વર્ષ છેલ્લા એક દાયકામાં સૌથી ગરમ રહ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્‍ટર રાધેશ્‍યામ શર્માએ જણાવ્‍યું હતું કે આ વખતે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ૫૧ દિવસની હીટવેવ નોંધાઈ છે. આ વર્ષે હીટવેવ માર્ચ મહિનામાં ૧૫ દિવસ, એ-લિમાં ૨૧ દિવસ અને મે મહિનામાં ૧૫ દિવસ રહી છે. સતત હીટવેવના કારણે વર્ષ ૨૦૨૨ છેલ્લા દાયકામાં સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું છે.

 

(4:01 pm IST)