Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

એક કિલોથી વધુ સોનુ જેમાં 133 સોનાના સિક્કા અને 2.82 કરોડ રોકડા : ED ના દરોડામાં સત્યેન્દ્ર જૈન અને તેમના એક નજીકના સહયોગીના ઘરેથી મળી આવ્યો ખજાનો : દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન હાલ 9 જૂન સુધી EDની કસ્ટડીમાં

ન્યુદિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડામાં, દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને તેમના એક નજીકના સહયોગીના ઘરેથી મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું છે. સત્યેન્દ્ર જૈન હાલમાં EDની કસ્ટડીમાં છે.

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડામાં, સત્યેન્દ્ર જૈન અને તેના એક નજીકના સહયોગીના ઘરેથી મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે સત્યેન્દ્ર જૈન અને તેમના એક નજીકના મિત્રના ઘરેથી EDને 2.82 કરોડ રૂપિયાની રોકડ મળી છે. આ સાથે એક કિલોથી વધુ સોનું પણ મળી આવ્યું છે, જેમાં 133 સોનાના સિક્કા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

EDએ ગઈકાલે દિલ્હી-NCRમાં સત્યેન્દ્ર જૈનના પરિસરમાં દરોડા પાડ્યા હતા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે કથિત હવાલા સોદાને લગતી તેની મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના નિવાસસ્થાન અને અન્ય સ્થાનો પર દરોડા પાડ્યા હતા. 57 વર્ષીય જૈનની 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને 9 જૂન સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:36 pm IST)