Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કાશ્મીરી પંડિતોની લક્ષિત હત્યા અંગે ચર્ચા કરવા માટે કેજરીવાલે ગૃહમંત્રી અમિતભાઇ શાહનો સમય માંગ્યો ટ્વિટમાં

ટ્વિટમાં AAPના વડા કેજરીવાલે કહ્યું હતું કે, “મેં કાશ્મીરી પંડિતોના સતત નરસંહાર અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી પાસે સમય માંગ્યો છે.”

નવી દિલ્હી :આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમણે કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતોની લક્ષિત હત્યા અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાતની માંગ કરી છે. કેજરીવાલે ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

કેજરીવાલે બે દિવસ પહેલા જંતર-મંતર ખાતે AAPની જન આક્રોશ રેલીમાં કાશ્મીરી પંડિતોની હત્યા માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ઘાટીમાં કાશ્મીરી પંડિતોના નરસંહારને રોકવા માટે કેન્દ્રની યોજના વિશે જાણવા માટે તેઓ શાહને મળશે.

 એક ટ્વિટમાં AAPના વડા કેજરીવાલે કહ્યું હતું કે, “મેં કાશ્મીરી પંડિતોના સતત નરસંહાર અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી પાસે સમય માંગ્યો છે.”

કેજરીવાલે રવિવારે એક રેલીમાં દાવો કર્યો હતો કે લઘુમતીઓની લક્ષ્યાંકિત હત્યાઓને કારણે કાશ્મીરી પંડિતોને ઘાટી છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે અને માંગ કરી હતી કે કેન્દ્ર આવી ઘટનાઓને રોકવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરે. AAP ખીણમાં કાશ્મીરી પંડિતોની હત્યાની ટીકા કરી રહી છે અને વર્તમાન પરિસ્થિતિ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનો સિલસિલો મે મહિનામાં શરૂ થયો હતો. ટાર્ગેટ કિલિંગમાં માર્યા ગયેલા લોકોમાં રાહુલ ભટનો પણ સમાવેશ થાય છે, એક કારકુન જેને બડગામ જિલ્લાના ચદૂરા ખાતે તહસીલદારની ઓફિસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 1 મેથી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની આવી આઠ ઘટનાઓમાં માર્યા ગયેલા પીડિતોમાંથી ત્રણ ઑફ-ડ્યુટી પોલીસમેન હતા જ્યારે પાંચ નાગરિક હતા.

(7:01 pm IST)