Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રેતને માટી બનાવવી છે તો છોડ ઉગાડવા પડશે : જયપુરમાં પ્રો. શ્રીપ્રકાશ મણિ ત્રિપાઠીની મોટી વાત

પ્રદૂષણને કારણે પૃથ્વીથી લઇને વાયુ મંડળ અને તેની પર રહેનારા તમામ જીવજંતુઓના અસ્તિત્વ પર ખતરો

જયપુર : નેસ્ટ એકેડમિક ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, જયપુર (NAEMD) કેમ્પસ દ્વારા પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય જનજાતીય યૂનિવર્સિટી અમરકંટકના કુલપતિ પ્રો. શ્રીપ્રકાશ મણિ ત્રિપાઠી અને શ્રીશીલ મંડલના અધ્યક્ષ શ્રીમતી શીલા ત્રિપાઠી હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થા દ્વારા મહેમાનો સાથે મળીને સામુહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા પ્રોફેસર શ્રી પ્રકાશ મણિ ત્રિપાઠી દ્વારા પોતાના ઉદબોધનમાં કહેવામાં આવ્યુ કે આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસ 2022 માત્ર એક પૃથ્વીના ધ્યેય સાથે મનાવવામાં આવી રહી છે, જેની યજમાની સ્વીડન કરી રહ્યુ છે. આજે પર્યાવરણમાં ફેલાયેલુ પ્રદૂષણ ધીમે ધીમે વૈશ્વિક સંકટ બનતુ જઇ રહ્યુ છે, જેના પ્રત્યે લોકોને જાગૃત કરવાનો દિવસ જ છે-પ્રકૃતિ દિવસ. તેના વિરૂદ્ધ લોકોના જાગૃત કરવા માટે જ આ દિવસની શરૂઆત વર્ષ 1973થી કરવામાં આવી હતી. પ્રદૂષણને કારણે પૃથ્વીથી લઇને વાયુ મંડળ અને તેની પર રહેનારા તમામ જીવજંતુઓના અસ્તિત્વ પર ખતરો મંડરાવવા લાગે છે. વનોની અનિયંત્રિત કાપ તેનું મુખ્ય કારણ છે, જેના પરિણામ સ્વરૂપ વધતા ગ્લોબલ વોર્મિંગ, ચક્રવાનત, પૂર, તોફાન વગેરેનો ખતરો વિશ્વ પર મંડરાઇ રહ્યો છે. વૈજ્ઞાનિક અને પર્યાવરણવિદ સતત તેને લઇને લોકોને જાગૃત થવાની સલાહ આપી રહ્યો છે. એવામાં તમામ જરૂર છે વૃક્ષારોપણની. જો અમે એક છોડ કાપીએ તો પોતાની માટે નહી પણ આવનારી પેઢી માટે હજારો છોડ લગાવો. રાજસ્થાન માટે અમારૂ ધ્યેય હોવુ જોઇએ- રેતની માટી બનાવવુ છે, તો છોડ લગાવવો છે.

વિશ્વ પર્યાવલરણ દિવસની શુભેચ્છા આપતા શ્રીશીલ મંડળના અધ્યક્ષ શ્રીમતી શીલા ત્રિપાઠીએ પોતાના ઉદ્દબોધનમાં કહ્યુ કે, માતાની મમતા અને છોડનું દાન, બન્ને જન કલ્યાણ કરે છે. માટે
આપણે પર્યાવરણ દિવસ પર સંકલ્પ લેવો જોઇએ કે અમે એક છોડ લગાવીશુ, તેની દેખરેખ કરીશુ અને તેને પોતાનો મિત્ર બનાવીશુ. જો અમે આવુ કરી લીધુ તો તે દિવસ દૂર નથી જ્યારે આપણે પૃથ્વી માંને શ્રૃંગાર હરિયાલીથી કરશે.

આ પ્રસંગે સસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ, ભાષણ ક્વિજ, કલા પ્રતિયોગિતા, બેનર પ્રદર્શન, કાર્યશાળા, શોર્ટ ફિલ્મ વગેરે કાર્યક્રમમાં પર્યાવરણ સાથે જોડાયેલી સમસ્યાને દર્શાવી હતી.

(11:22 pm IST)