Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

સંયુક્તરાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો ઉઠાવતાં પાક ફરી ભોંઠુ પડ્યું

સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ફરી લપડાક પડી : બે દેશ વચ્ચેનો મામલો કહીને પરિષદે સાથે મળીને ઉકેલ લાવવા કહ્યું, પરિષદના ચાર દેશનું ભારતને સમર્થન મળ્યું

ન્યૂયોર્ક, તા. : સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ફરી એકવાર લપડાક પડી છે. પાકિસ્તાને ગુરુવારે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં કાશ્મીર મુદ્દો ઉતાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેને સુરક્ષા પરિષદમાંથી કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો. બાબતે સુરક્ષા પરિષદે કહ્યું, કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો પોતાનો મામલો છે. મામલે બંને દેશો સાથે મળીને ઉકેલ લાવે. સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્ય દેશોમાંથી ચાર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયાએ ભારતનું સમર્થન કર્યું છે. ચીને પહેલાની જેમ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે.

યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ કહ્યું હતું કે, સિક્યોરિટી કાઉન્સિલની બેઠક કોઈ નિર્ણય વગર પૂર્ણ થઇ. તેનું રેકોર્ડ નથી કરવામાં આવ્યું. લગભગ તમામ દેશોએ માણ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. કાઉન્સિલે બાબતે ધ્યાન દેવાની જરૂર નથી. પાકિસ્તાને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ યુએનમાં ત્રીજી વખત મામલો ઉઠાવ્યો છે. માટે તેણે પત્ર પણ લખ્યો હતો. યુએનના મોટા ભાગના રાજદૂતોએ કહ્યું કે, આર્ટિકલ ૩૭૦ને દૂર કર્યાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. એટલા માટે પાકિસ્તાનની તરફથી મામલાને ઉઠાવવાનો પ્રયાસ થશે તે નક્કી હતું. માટે ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. ચીને એઓબી નિયમ દ્વારા બાબતે ચર્ચા કરવાની માંગ કરી હતી. ચર્ચામાં કોઈ પણ સભ્ય કોઈ પણ મુદ્દાને કાઉન્સિલ સમક્ષ ઉઠાવી શકે છે. વખતે પાકિસ્તાન ને ચીન ઉપરાંત ઇન્ડોનેશિયાનો પણ સાથ મળ્યો છે. રોટેશનલ પોલિસી દ્વારા ઇન્ડોનેશિયાએ બેઠકની આગેવાની કરવાની હતી. તેને કાશ્મીર મામલે ચર્ચાની માંગમાં પાકિસ્તાનનું સમર્થન કર્યું હતુ. ત્યારબાદ, એવો રિપોર્ટ પણ આવ્યો કે ઇન્ડોનેશિયા પણ ભારતની સાથે છે. તેણે પણ કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મામલો ગણાવ્યો છે.

(12:00 am IST)