Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

શ્રીરામ જન્‍મભૂમિ મંદિર નિર્માણમાં દાન માટે ટેક્‍સમાં છૂટ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80G હેઠળ અપાશે

નવી દિલ્હી: 5 ઓગસ્ટનો દિવસ ભારત માટે ઐતિહાસિક સાબિત થઈ રહ્યો છે. આજે રામ મંદિર ભૂમિ પૂજન થયું અને તમે હવે પાવન કામ માટે તમારો સહયોગ પણ આપી શકો છો. હવે તમે જરાય ખચકાયા વગર શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં દાન કરી શકો છો. અને સારી વાત છે કે મોદી સરકારે પોતે તમને દાન માટે ટેક્સમાં છૂટ આપશે.

સેક્શન 80G હેઠળ મળશે છૂટ

કેન્દ્રીય નાણા મંત્રાલય તરફથી જાહેર થયેલા નિયમો મુજબ મંદિર ટ્રસ્ટ માટે અપાયેલી દાનની રકમમાં ટેક્સ છૂટની જોગવાઈ હોય છે. થોડા સમય પહેલા મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. મંદિર નિર્માણ માટે તમામ પ્રકારના દાન ટ્રસ્ટના માધ્યમથી લેવામાં આવી રહ્યાં છે.

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21માં મંદિર નિર્માણ માટે અપાનારા દાનને ટેક્સ છૂટમાં સામેલ કર્યું છે. નાણા મંત્રાલય તરફથી છૂટ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80G હેઠળ અપાશે.

(12:00 am IST)