Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

એમ્સના ૩૦ દર્દીઓ પર થઇ સ્ટડી

કોરોના મૃત્યુદરને ઓછો કરવામાં પ્લાઝમાં થેરાપીથી ફાયદો નથી

આ સારવાર અંતર્ગત કોરોનાથી સાજા થયેલા દર્દીઓના બ્લડથી એન્ટીબોડી લેવામાં આવે છે અને કોરોના વાયરસ પીડિત દર્દીને ચડાવવામાં આવે છે

  નવી દિલ્હી ,તા.૭ : કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓના પ્લાઝમા થેરાપી થી કોરોના દર્દીઓની સારવાર કરવાથી મૃત્યુદર દ્યટી રહ્યો નથી. સારવારની આ રીતના પ્રભાવનું આકલન કરવા માટે એમ્સમાં કરાયેલા અંતરિમ પરિક્ષણ વિશ્લેષણમાં આ વાત સામે આવી છે.

 આ સારવાર અંતર્ગત કોરોનાથી સાજા થયેલા દર્દીઓના બ્લડથી એન્ટીબોડી લેવામાં આવે છે અને કોરોના વાયરસ પીડિત દર્દીને ચડાવવામાં આવે છે. જેથી રોગ પ્રતિરોધક પ્રણાલીને વાયરસથી લડવા માટે તરત મદદ મળી શકે.

 એમ્સનાના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયા એ ગુરુવારે કહ્યું કે એમ્સમાં કોરોનાના ૩૦ દર્દીઓ પર સ્ટડી કરવામાં આવી હતી પણ પરિક્ષણ દરમિયાન પ્લાઝમા થેરાપીનો કોઈ વધારે ફાયદો નજર આવ્યો નથી. તેમણે કહ્યું કે પરિક્ષણ દરમિયાન એક સમૂહને માનક સહયોગ સારવાર સાથે પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી. જયારે બીજા સમૂહને માનક સારવાર આપવામાં આવી હતી. બંને સમૂહોમાં મૃત્યુદર એક સરખો રહ્યો હતો અને દર્દીઓની સ્થિતિમાં વધારે કિલનિકલ સુધારો થયો નથી.  ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે આ ફકત અંતરિમ વિશ્લેષણ છે અને અમારે વધારે વિસ્તૃત આકલન કરવાની જરૂર છે કે કોઈ ઉપ સમૂહને પ્લાઝમા થેરાપીથી ફાયદો થાય છે. તેમણે કહ્યું કે પ્લાઝમાની સુરક્ષાની પણ તપાસ થવી જોઈએ અને તેમાં પર્યાપ્ત એન્ડીબોડી હોવી જોઈએ જે કોવિડ-૧૯ દર્દીઓ માટે ઉપયોગી હોય.

(11:18 am IST)