Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

વરસાદને કારણે ૮૦ વર્ષ જૂના ઘરની છત પડી

નવી દિલ્હી,તા.૭ :  દેશની રાજધાનીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસમાં મોટી ઘટના બનતા અટકી છે. તેમના સિવિલ લાઈન સ્થિત આવાસની છતનો એક ભાગ પડી ગયો હતો. સદનશીબે તેઓ તે સમયે ત્યાં હાજર નહોંતા. ઉલ્લેખનીય છે આ બિલ્ડિંગ ૮૦ વર્ષ જુની છે . સીએમ કેજરીવાલ પોતાના આવાસના આ ભાગને ચેમ્બર તરીકે ઉપયોગમાં લે છે અને અહીં જ મહત્વ પૂર્ણ બેઠકો થાય છે. છત પડતા પીડબ્લ્યૂડીએ આ મકાનની સમીક્ષા શરુ કરી દીધી છે જેથી આને નવેસરથી બનાવી શકાય.

દિલ્હીમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વરસાદ થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ૫૦ વર્ષથી જૂનુ આ મકાન વરસાદમાં ટકી શકે તેમ નહોતું અને તેના છતનો એક ભાગ પડી ગયો હતો. જો કે સીએમ જે મકાનમાં રહે છે ત્યાં કંઈકને કંઈક રિનોવેશનનું કામ ચાલતુ હોય છે. પરંતુ મકાન જુનુ હોવાથી તેની છત પડી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આનું સમારકામ થયું હતુ. આ ઉપરાંત બાથરુમની છત પણ પડી હતી. પીડબ્લ્યૂએ સમીક્ષા પુરી કરી દીધી છે જેથી તેનું રિનોવેશનનું કામ શરૂ થઈ શકે છે. જેથી બીજી કોઈ ઘટના ન બને.

મળતી માહિતી મુજબ એમ કેજરીવાલ પોતાના આવાસના આ ભાગને ચેમ્બર તરીકે ઉપયોગમાં લે છે અને અહીં જ મહત્વ પૂર્ણ બેઠકો થાય છે. જયારે આ ઘટના બની ત્યારે અહીં કોઈ નહોતુ. હવે આવાસના બીજા ભાગને સીએમની ચેમ્બર બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સિવિલ લાઈન્સ સ્થિત આ બંગલાનું નિર્માણ ૧૯૪૨ માં થયું હતું. આનુ સમયાંતરે રિનોવેશન થતું રહે છે. જોકે વરસાદને કારણે તે સહન કરી શકયુ નહી અને છતનો ભાગ પડી ગયો

(11:26 am IST)