Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

૩૦ મિનિટમાં થઈ જશે પોર્ટિબિલિટી : એક OTPથી થઈ જશે તમારૂ કામ

હવે ૩-૪ દિવસો સુધી નહીં જોવી પડે રાહ : ઘરે બેઠા મળી જશે મોબાઈલ સિમ નવા નિયમોથી ગ્રાહકોને સુવિધા થશે

નવી દિલ્હી, તા.૭: ભારત સરકારે મોબાઈલ સિમ અને મોબાઈલ નમ્બરને લઈને દ્યણા મોટા એલાન કર્યા છે. જુના ઘણા નિયમોને બદલતા નવા નિયમો લગાવવામાં આવશે. નવા નિયમોથી ગ્રાહકોને સુવિધા થશે અને ઘરે બેઠા કામ થઈ જશે. હવે મોબાઈલનું નવું કનેકશન ઘરે બેઠા મળી જશે. તે પણ આધાર નંબર અને એક ઓટીપી દ્વારા. મોબાઈલ નંબરને પોર્ટ કરવો હોય તો આ કામ ફકત અડધા કલાકમાં થઈ જશે.

નવા નિયમો અનુસાર કોઈ ગ્રાહક દ્યરે બેઠા ઓનલાઈન સિમ દ્વારા એપ્લાય કરી શકશે. આ સિમ કાર્ડ ગ્રાહકોને દ્યર પર જ ડિલિવર કરવામાં આવશે. આ માટે ડિજિલોકરનો સહારા લેવામાં આવશે. માની લો કોઈ ગ્રાહકે જો ડિજિલોકરમાં પોતાનું આધાર કાર્ડ મુકયું છે તો તે સીધુ વેરિફાઈ થઈ મોબાઈલ સિમના નવા કનેકશન મળી જશે. ગ્રાહકને આ કામ માટે મોબાઈલની દુકાન અથવા ટેલીકોમ ઓપરેટરને સ્ટોર પર જવાની જરૂર નથી. તેના વિશે કેન્દ્રીય કેબિનેટમાં ૧૫ સપ્ટેમ્બરનું એલાન કર્યું છે.

આધારથી ઈ-કેવાયસી કરવા માટે ગ્રાહકોને માત્ર ૧ રૂપિયો ખર્ચ કરવાનો રહેશે. આ આધાર વેરિફિકેશન પર ગ્રાહકોને નવું સિમ મળી જશે. સરકારે આ પહેલા જુલાઈ ૨૦૧૯માં ઈન્ડિયન ટેલીગ્રાફ એકટ, ૧૮૮૫માં ફેરફાર કરી આધાર ઈ-કેવાઈસીને પરવાનદી આપી હતી જેથી લોકોને સરળતાથી નવું મોબાઈલ કનેકશન મળી શકે. આધારથી ઈ-કેવાઈસીના નવા નિયમો પણ ચાલશે અને તેની સાથે જ મોબાઈઓલ કનેકશન આપવાનો જુનો નિયમ પણ જાહેર થશે. લોકલ અથવા કોઈ   બીજા રાજયના ગ્રાહક આ બન્ને નિયમોથી મોબાઈલ સિમ લઈ શકે છે.

જોકે મોબાઈલ કનેકશન માટે આધાર ઈ-કેવાઈસીના નિયમ એક દિવસમાં ફકત એક કનેકશન માટે લાગુ છે. એટલે કે જો કોઈ વ્યકિત પોતાના આધારનથી ઓનલાઈન વેરિફિકેશન કરી મોબાઈલ સિમ માટે ઓર્ડર કરે છે તો એક દિવસમાં એક જ નંબર મળી શકશે. એવું નહીં થાય કે એક દિવસમાં કોઈ વ્યકિત પોતાના આધારથી ઓનલાઈન કોઈ સિમ કાર્ડ ળઈ શકશે. તેના માટે ગ્રાહકોને કોઈ એપ અથવા વેબસાઈટનો સહારો લેવો પડશે અને તેમાં પોતાના કોઈ ઘરના અથવા સગાના મોબાઈલ નંબરને દાખલ કરવાનો રહેશે. ફોન નંબરનું વેરિફિકેશન એક ઓટીપી દ્વારા થશે.

આ રીતે મોબાઈલ નંબરને પોર્ટ કરવા માટે પણ ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે.  કોઈ ગ્રાહક પ્રીપેડથી પોસ્ટ પેડમાં જવા માંગે છે અથવા પોસ્ટ પેડમાંથી પ્રીપેડમાં જવા માંગે છે તો આ કામ એક ઓટીપીથી થઈ જશે. પોર્ટ કરવાનું કામ એપ અથવા પોર્ટલની ઓનલાઈન સર્વિસથી થશે. તેના માટે ગ્રાહકોને કયાંય જવાની જરૂર નથી અને દ્યર અથવા ઓફિસમાં બેસી ઓનલાઈન કામ થઈ જશે. મોબાઈલ કનેકશન માટે પેપર વેરિફિકેશન ઈલેકટ્રોનિક હશે અને તેના માટે યુઆઈડીએઆઈ અથવા ડિજિલોકરની સહાયતા લેવાની રહેશે. પોર્ટ કરવા માટે મોબાઈલ સર્વિસમાં મુશ્કેલી આવી શકે છે. પરંતુ આ કામ અડધા કલાકમાં પૂરુ થઈ જશે. ૯૦ દિવસ બાદ ગ્રાહક ઉચ્છે તો ફરીથી સિમ પ્રોવાઈડર કંપનીને બદલી શકે છે. જોકે ઓટીપીથી મોબાઈલ પોર્ટના નિયમ હજુ જમ્મુ-કાશ્મીર માટે લાગુ નથી.

હાલ મોબાઈલ પોર્ટ કરાવવા માટે ગ્રાહકોને કેવાયસી પ્રોસેસ કરાવવાનું હોય છે અને તેના માટે કોઈ મોબાઈલની દુકાન પર જવું પડે છે. ગ્રાહકોને પોતાની સાથે ઓળખ અને એડ્રેસ પ્રૂફ માટે ઓરિજિનલ ડોકયુમેન્ટ લઈને જવાનું હોય છે. હવે આ કામ દ્યરેથી થઈ જશે અને તે પણ આધારથી વેરિફિકેશન કરવા અને એક ઓટીપી મેળવ્યા બાદ સરળતાથી પુરૂ થઈ જશે. ઓટીપી વેરિફિકેશન આજના જમાનામાં સૌથી કારગર હથિયાર બનીને આગળ આવ્યું છે જેવી રીતે ઘણા ઓનલાઈન કામ મિનિટોમાં પુરા થઈ જાય છે. તેને જોતા મોબાઈલ સિમની ડિલિવરી નવા કનેકશન આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેના માટે આધાર નંબર આપવો જરૂરી હશે અને આધારમાં નોંધેલી જાણકારી પર વેરિફિકેશન થઈ જશે.

(11:36 am IST)