Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

શહેરમાં બપોર સુધીમાં વધુ ૨૦ રિપોર્ટ પોઝિટિવ

કુલ કેસનો આંક ૮૮૯૬ એ પહોંચ્યોઃ ગઇકાલે ૫૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા આજ દિન સુધીમાં કુલ ૮૨૯૦ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૩.૩૯ ટકા થયો

રાજકોટ તા.૭: શહેરમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૨૦ પોઝીટીવ કેસ આવ્યા છે.  જયારે એપ્રિલથી આજ દિન સુધીમાં કુલ સાડા આઠ હજારથી વધુ દર્દીઓ કોરોનાની ઝપટે ચડયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૮૯૬  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૮૨૯૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૩.૩૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૧૪૪  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૯ ટકા થયો  હતો. જયારે ૫૨  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત  મહિનામાં એટલે કે એપ્રિલ થી આજ દિન સુધીમાં ૩,૬૪,૭૫૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૮૯૬  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૩  ટકા થયો છે.

નવા ૬ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે  સંતકબીર સોસાયટી - પેડક રોડ, પંચશીલ એપાર્ટમેન્ટ - જાગનાથ પ્લોટ, શ્રમજીવી સોસાયટી - ઢેબર રોડ, ચિત્રકુટધામ સોસાયટી-કાલાવડ રોડ, રોયલ પાર્ક-યુનિવર્સિટી રોડ, અંબિકા ટાઉન શીપ-મવડી રોડ સહિતના નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૮ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૩૦ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૭ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૦,૨૭૮  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૭  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જયારે શહેરનાં વિવિધં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૪૩૪  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:46 pm IST)