Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ડોનાલ્ડ ટ્રમ્પ વિદાય ભણી: ભારતીય મૂળના ડેમોક્રેટ્સ સાથે સંપર્કમાં છે મોદી સરકાર: દૂતાવાસ સક્રિય બન્યું

ડેમોક્રેટિક પાર્ટીએ ભારતમાં CAA વિરોધ કર્યો હતો,પછી વડાપ્રધાન મોદીએ હાઉડી મોદી કાર્યક્રમમાં ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નો નારો આપ્યો હતો.: હવે શું ?

નવી દિલ્હી : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય અને જો બિડેનનો વિજય નિશ્ચિત છે બિડેન હવે ટ્રમ્પની જગ્યાએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે,એવામાં સવાલ ઉભો થાય છે કે શું ભારતને વડાપ્રધાન મોદીની બિડેન સાથે ટ્રમ્પ જેવી મિત્રતા ના થતા કેટલુક નુકસાન ભોગવવુ પડી શકે છે? સ્વાભાવિક છે કે સરકારના સ્તર પર પણ આ સવાલનો જવાબ શોધવામાં આવી રહ્યો હશે. આ કારણે ભારતે નવા અમેરિકન તંત્ર સાથે તાલમેલ બેસાડવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ યાદીમાં અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધૂ બિડેનની ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો સાથે મીટિંગ કરી રહ્યા છે. કેટલીક મીટિંગ તો ખુલ્લેઆમ થઇ રહી છે જ્યારે કેટલીક બેઠકોને ગુપ્ત રાખવામાં આવી રહી છે.

 ભારતીય દૂતાવાસ ઓબામા તંત્રમાં મુખ્ય ભૂમિકામાં ચુકેલા ભારતીય મૂળના બે મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સંપર્ક વધારવા લાગ્યુ છે. જેમાંથી એક વિવેક એચ.મૂર્તિ અને બીજા છે રાજીવ ‘રાજ’ શાહ. મૂર્તિએ બિડેનના ચૂંટણી અભિયાનમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે અને તેમણે નવા તંત્રમાં સારૂ પદ મળી શકે છે. મૂર્તિ 2014માં ઓબામાના સૌથી નાની ઉંમરના સર્જન જનરલ હતા. શાહની પણ ઓબામા તંત્રમાં ઘણી પેઠ હતી. એવામાં શાહ બિડેન તંત્ર સાથે ભારતનું તાલમેલ બેસાડવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. તે અનુસંધાન, શિક્ષણ અને અર્થશાસ્ત્ર વિભાગના અંડર સેક્રેટરી અને અમેરિકા કૃષિ વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક રહી ચુક્યા છે. તે 2015 સુધી યુએસ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના 16માં પ્રશાસક પણ રહ્યા છે.

ભારતીય રાજદૂત અમેરિકન કોંગ્રેસના બ્લેક કૉકસના પણ સંપર્કમાં છે. કમલા હેરિસ આફ્રિકન-અમેરિકન સાંસદોની આ સમૂહની સભ્ય છે. હેરિસના માતા ભારતીય છે પરંતુ પિતા જમૈકાના છે. ડેમોક્રેટ્સ સાથે સંપર્કની રણનીતિ ચૂંટણી પહેલાથી ચાલી રહી છે, માટે સંધૂએ જુલાઇમાં જ હાઉસ ફોરન અફેર્સ કમિટીના ચેરમેન ઇલિયટ એન્જલ સાથે મીટિંગ કરી હતી. તે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના ડેમોક્રેટ મેમ્બર એમી બેરાને પણ મળ્યા હતા. ભારતીય મૂળના એમી બેરા ત્યારે સબ-કમિટી ઓન એશિયાના ચેરમેન હતા. બેરા આ વખતે પણ ચૂંટણી જીતીને અમેરિકન સાંસદ પહોચી ગયા છે.

બેરા સિવાય ભારતીય મૂળના અને ડેમોક્રેટ લીડર પ્રમીલા જયપાલ પણ ચૂંટણી જીતી ચુક્યા છે. જોકે, પ્રમીલા સાથે મોદી સરકારનો તાલમેલ બરાબર નથી. પ્રમીલાએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ લાગુ પ્રતિબંધને ઉઠાવવા માટે ગત વર્ષે અમેરિકન સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે બાદ અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન સાંસદોના એક જૂથને મળવાનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે આ જૂથમાં પ્રમીલા જયપાલ પણ સામેલ હતા, ત્યારે ડેમોક્રેટ પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદના દાવેદાર રહેલા બની સૈન્ડર્સ અને એલિજાબેથ વોરન સાથે સાથે કમલા હેરિસે પણ જયપાલનો સાથ આપ્યો હતો.

ડેમોક્રેટિક પાર્ટીએ ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો પણ વિરોધ કર્યો હતો,પછી વડાપ્રધાન મોદીએ હાઉડી મોદી કાર્યક્રમમાં ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નો નારો આપ્યો હતો. જોકે, કોવિડ-19 મહામારી, અમેરિકા સહિત વિશ્વભરના મોટાભાગના તાકાતવર દેશોમાં ચીન વિરોધી ભાવના ઉભરીને સામે આવી છે અને પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીન સાથે ચાલી રહેલા સૈન્ય ટકરાવ વચ્ચે સ્થિતિ બદલાઇ ચુકી છે. આ સ્થિતિમાં અમેરિકા માટે ભારત સાથે રણનીતિક ભાગીદારી બાકી તમામ મુદ્દા પર હાવી થઇ ચુકી છે

(7:15 pm IST)