Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમેરિકામાં શિયાળું તોફાન ત્રાટક્યું : દક્ષિણના રાજ્યોમાં ઠેર-ઠેર બરફના થર જામી જતાં જનજીવન ખોરવાઈ ગયું

એક ફૂટ સુધી બરફના થર જામી જતાં અનેક રસ્તાઓ બંધ : ટેનેસીમાં ૨૫થી ૩૦ કાર બર્ફિલી સ્થિતિના કારણે થીજી ગઈ

નવી દિલ્હી :  અમેરિકામાં શિયાળું તોફાન ત્રાટક્યું હતું. દક્ષિણના રાજ્યોમાં ઠેર-ઠેર બરફના થર જામી જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. એક ફૂટ સુધી બરફના થર જામી જતાં ઘણાં રસ્તાઓ બંધ પડી ગયા હતા.

અમેરિકામાં શિયાળું બર્ફિલું તોફાન ત્રાટક્યું હતું. દક્ષિણના વિસ્તારોમાં બરફ જામી ગયો હતો. કેટલાય વિસ્તારોમાં એક-એક ફૂટ સુધીનો બરફ જામી ગયો હતો.

ટેનેસી અને કેન્ટકીમાં બરફ જામી જતાં ઘણાં રસ્તા બંધ થઈ ગયા હતા.એલ્બામા, ટેનેસી, કેન્ટકી વગેરેમાં બરફના થર જામી જતાં જનજીવન ખોરવાઈ ગયું હતું. હવામાન વિભાગે લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી હતી. ટ્રાન્સપોર્ટેશન વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે ટેનેસીમાં ૨૫થી ૩૦ કાર બર્ફિલી સ્થિતિના કારણે થીજી ગઈ છે.
આ રાજ્યોમાં ખરાબ હવામાન અને બરફવર્ષાના કારણે વાહન અકસ્માતો પણ નોંધાયા હતા. કેન્ટકી, ટેનેસીના સરકારી કાર્યક્રમો રદ્ કરવા પડયા હતા. સાઉથના રાજ્યોમાં ૨૦૨૨ના વર્ષનું આ પહેલું બરફનું તોફાન ત્રાટક્યું હતું. બરફવર્ષા થતાં ઠંડો-કાતિલ પવન ફૂંકાયો હતો. તાપમાનનો પારો શૂન્યની નીચે પહોંચી ગયો હતો.
આ બરફના તોફાનથી મિશિગન, કનેક્ટિકટ, મેસાચ્યુસેટ્સ, ડાકોટા જેવા રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમેરિકાની નેશનલ વેધર સર્વિસે અન્ય રાજ્યોમાં પણ ઠંડી અને બરફવર્ષાની આગાહી કરી હતી.

(12:00 am IST)