Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

૧૬,૦૦૦ રૂપિયે કિલો ગોલ્ડ પ્લેટેડ મીઠાઈ

ફૂડ-બ્લોગર અર્જુન ચૌહાણે તેના પેજ ‘ઓય ફૂડી’ પર આ મીઠાઈનો વિડિયો શેર કર્યો છે

મુંબઇ, તા.૮: ભારતમાં અનેક પ્રકારની મીઠાઈ બને છે. મીઠાઈપ્રિય ભારતીયો મીઠું ખાવા માટે પૈસા સામે ક્યારેય નથી જોતા, પણ દરેક વાતની એક હદ હોય છે. સામાન્ય રીતે અમુક મીઠાઈઓ પર ચાંદીની વરખ લગાવેલી હોય છે, પરંતુ દિલ્હીમાં એક મીઠાઈની એક દુકાને ગોલ્ડ પ્લેટેડ મીઠાઈ બજારમાં મૂકી છે, જેનો ભાવ સાંભળીને કોઈને પણ આશ્્યર્ય થાય. દિલ્હીના મૌજપુરમાં આવેલી શગુન સ્વીટ્સ નામની આ દુકાનમાં વેચાતી ગોલ્ડ પ્લેટેડ મીઠાઈની કિંમત છે ૧૬,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો. ફૂડ-બ્લોગર અર્જુન ચૌહાણે તેના પેજ ‘ઓય ફૂડી’ પર આ મીઠાઈનો વિડિયો શેર કર્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મીઠાઈઓ તૈયાર કર્યા પછી એના પર સોનાની વરખ લગાવવામાં આવે છે અને પછી એને કેસરથી ગાર્નિશ કરવામાં આવી છે.
૨૬ ડિસેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વિડિયોને અત્યાર સુધી ૧૦૯ લાખ વ્યુઝ મળ્યા છે અને લોકો વિવિધ રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીઠાઈની દુકાનના માલિકનું કહેવું છે કે સોનાની વરખ ચડાવવાથી મીઠાઈના સ્વાદમાં કોઈ ફ્રક નથી પડતો. કેટલાકનું માનવું છે કે બિનજરૂરી રીતે મીઠાઈને મોંદ્યી બનાવાઈ છે. અન્ય એક યુઝરે કહ્યું છે કે મીઠાઈને મીઠાઈની જેમ જ ખાવી જોઈએ, એમાં સોનુ કે ચાંદી ઉંમેરવાની શી જરૂર ?

 

(3:54 pm IST)