Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કિસાન માનધન યોજનામાં ખેડૂતોને વર્ષે ૩૬૦૦૦ મળશે

પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વર્ષે ૬૦૦૦ મળે છે : ૧૮ વર્ષથી લઈને ૪૦ વર્ષના ખેડૂત રોકાણ કરી શકે છે

નવી દિલ્હી, તા. : પીએમ કિસાન સમ્માન નિધિના લાભાર્થિઓ માટે હાલ એક ખુશખબર સામે આવી છે. ખેડૂતોને યોજના હેઠળ દર મહિને ૩૦૦૦ રૃપિયા મળી શકે છે અને તેના માટે તેમને કોઈ જરૃરી દસ્તાવેજ પણ આપવાની જરૃર નથી. પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોને ૨૦૦૦ના ત્રણ હપ્તા એટલે કે વર્ષે ૬૦૦૦ રૃપિયા મળે છે. પરંતુ યોજના હેઠળ હવે તમને વર્ષે ૩૬૦૦૦ રૃપિયા મળી શકે છે. પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને દર મહીને પેન્શન આપવામાં આવે છે. યોજના હેઠળ ૬૦ વર્ષની ઉંમર પછી દર મહીને ૩૦૦૦ રૃપિયા એટલે કે વર્ષે ૩૬૦૦૦ રૃપિયા ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે. જોકે, મોદી સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે રકમ આપે છે. કેવી રીતે યોજનામાં સામાન્ય પૈસા જમા કરીને ગેરંટી પેન્શન મેળવી શકાય. જાણવું ખેડૂતો માટે ઉપયોગી બનશે.

કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી યોજનાનો લાભ લેવા માટે તમારે અમુક ડોક્યુમેન્ટ્સની જરૃર પડશે. જેમાં આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ ડિટેલ વગેરે... પરંતુ જો તમે પીએમ કિસાનનો ફાયદો લઈ રહ્યા છો તો તેના માટે તમારે કોઈ પણ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૃર પડશે નહીં. યોજનામાં ૧૮ વર્ષથી લઈને ૪૦ વર્ષ સુધીના ખેડૂત રોકાણ કરી શકે છે. તેમાં ઉંમરના હિસાબે રોકાણની રકમ નક્કી કરવામાં આવી છે.

યોજનાનો લાભ ૧૮થી ૪૦ વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે. તેના માટે સૌથી વધુ હેક્ટર સુધીની ખેતીલાયક જમીન હોવી જોઈએ. તેમાં ઓછામાં ઓછા ૨૦ વર્ષ અને સૌથી વધુ ૪૦ વર્ષ સુધી ખેડૂતોને ૫૫ રૃપિયાથી ૨૦૦ રૃપિયા સુધીમાં માસિક રોકાણ કરવાનું રહેશે, જે ખેડૂતના ઉંમર પર નિર્ભર છે. ૧૮ વર્ષની ઉંમરથી જોડાનારા ખેડૂતોને માસિક ૫૫ રૃપિયા આપવા પડશે. જો કોઈ ખેડૂતની ઉંમર ૩૦ વર્ષ છે તો તેમને ૧૧૦ રૃપિયા જમા કરવાના રહેશે. જો તમે ૪૦ની ઉંમરમાં જોડાશો તો દર મહીને ૨૦૦ રૃપિયા જમા કરાવવાના રહેશે.

(7:35 pm IST)