Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સાંસદો માટે કોંગ્રેસે જાહેર કર્યું વ્હીપ : સંસદમાં તમામ સાંસદોને હાજર રહેવા અપાઈ સૂચના

સદનની કાર્યવાહી પુરી થાય ત્યાં સુધી સંસદમાં હાજર રહે : રાજ્યસભાના સભ્યો માટે એક વ્હિપ જાહેર કર્યુ

નવી દિલ્હી : કોંગ્રેસે પોતાના રાજ્યસભાના સભ્યો માટે એક વ્હિપ જાહેર કર્યુ છે. જેની અંદર તમામ સભ્યોને કહેવામાં આવ્યું છે કે સોમવારે સદનની કાર્યવાહી પુરી થાય ત્યાં સુધી સંસદમાં હાજર રહે. ઉલ્લેખનીય છે કે વિવાદિત ત્રણે કૃષિ કાયદાને પરત લેવાની માંગ અને દિલ્હીની સરહદો પર ખેડૂતોના વિરોધ પ્રદરેશનને લઇને સંસદમાં વિપક્ષી દળો દ્વારા સતત હોબાળો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સસંદની કાર્યવાહી સતત બાધિત થઇ રહી છે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદનો કાર્યકાળ 15 ફેબ્રુઆરીના રોજ પુરો થઇ રહ્યો છે. તેવામાં કોંગ્રેસ આ પદ માટે તેમની જગ્યાએ બીજા કોઇ નેતાનો વિકલ્પ શોધી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજ્યસભામાં વિપક્ષના નેતા બનવા માટેની રેસમાં આ વખતે મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા અને પી. ચિંદમ્બરમ રેસમાં છે. આ સિવાય મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પણ આ પદ માટે મજબૂત નામ છે.

રાજ્યસભામાં 15 ફેબ્રુઆરી બાદ જમ્મુ અને કાશ્મીરમાં કોઇ પ્રતિનિધિ નહીં હોય. જ્યાં અત્યારે માત્ર ચાર રાજ્યસભાની બેઠક છે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ ત્યાં ચૂંટણી નથી થઇ. તેવામાં વર્તમાન સમયે જમ્મુ કાશ્મીરમાંથી કોઇ રાજ્યસભાના સભ્ય નથી.

(12:00 am IST)