Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

બીએમસી ચૂંટણી : ગુજરાતીઓને આકર્ષવા રાસ ગરબા કાર્યક્રમ યોજાયો : 21 ઉદ્યોગપતિ શિવસેનામાં જોડાયા

મુંબઇમાં 'જલેબીને ફફડા, ઉદ્ધવ ઠાકરે અપડા' સ્લોગન હેઠળ રેલી બાદ હવે શિવસેનાના રાસગરબા

મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની(BMC) ચૂંટણીમાં ગુજરાતી મતદારોની ભૂમિકા મહત્ત્વની બનવા જઈ રહી છે. તમામ પક્ષો આગામી દિવસોમાં ગુજરાતી મતાદારોને આકર્ષવા માટે જોડાઇ ગયા છે. ત્યારે શાસક શિવસેનાનું સૂત્ર આપ્યું હતું કે, મુંબઈમાં જલેબીને ફાફડા, ઉદ્ધવ ઠાકરે અપડા. જે બાદ હવે શિવસેના દ્વારા મુંબઇમાં રાસગરબાનું આયોજન કર્યું છે

 . રાસગરબાના કાર્યક્રમનું 7 ફેબ્રુઆરીના રોજ મુંબઈના મલાડ ખાતે આયોજન કર્યું હતું. જેમાં 21 ગુજરાતી ઉદ્યોગપતિ શિવસેનામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં રસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી શિવસેનાના રાષ્ટ્રીય આયોજક હેમરાજ શાહે આપી છે.

  'મુંબઈમાં જલેબીને ફફડા, ઉદ્ધવ ઠાકરે આપડા' કેમ્પેઇન બાદ શિવસેનાએ ગુજરાતી ભાઈઓ માટે રાસગરબાનું આયોજન કર્યું છે. શિવસેનાના રાષ્ટ્રીય આયોજક હેમરાજ શાહે ગુજરાતી ભાઈઓ માટે આ કાર્યક્રમ 7 ફેબ્રુઆરીના રોજ મલાડમાં આયોજન કર્યું હતું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને હજૂ એક વર્ષ બાકી છે, ત્યારે શિવસેનાએ ભાજપના વોટ બેંકના ગુજરાતી પ્રભુત્વ ધરાવતા મતદારોને આકર્ષવા વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા છે.

(12:00 am IST)