Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ભારત માતાની જય બોલવાથી મમતા દીદી નારાજ થઈ જાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા : બંગાળમાં ભાજપની સરકાર બનતાં પહેલાં કેબિનેટ મીટિંગમાં બંગાળના ખેડૂતોને તેમનો અધિકાર આપશે

નવી દિલ્હી, તા. : પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી આજે પશ્વિમ બંગાળના પ્રવાસે છે. પીએમએ હલ્દિયામાં આયોજિત એક જનસાભાને સંબોધિત કરતાં સૌથી પહેલાં ઉત્તરાખંડમાં થયેલી ત્રાસદીનો ઉલ્લેખ કરતાં ત્યાંની જાણકારી શેર કરી. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે ઉત્તરાખંડના લોકોનો દ્રઢ આત્મવિશ્વાસ દરેક પ્રકારની આપદાને માત આપી શકે છે. ઉત્તરાખંડના લોકો માટે દેશ પ્રાર્થના કરી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે 'કેટલાક લોકો ખેડૂતોના નામે પોતાના સ્વાર્થના રોટલા શેકી રહ્યા છે. ચૂંટણી પછી પશ્વિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે. બંગાળમાં ભાજપની સરકાર બનતાં પહેલાં કેબિનેટ મીટિંગમાં બંગાળના ખેડૂતોને તેમનો અધિકાર આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આગળ કહ્યું કે ભારતને બદનામ કરવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું થઇ રહ્યું છે. તો બીજી તરફ પશ્વિમ બંગાળની વાત કરીએ તો દીદી ભારત માતા કી જય બોલતાં નારાજ થઇ જાય છે. મમતા સરકાર કેંદ્રની જનકલ્યાણકારી યોજનાઓમાં રોડા નાખી રહી છે. બંગાળમાં આયુષ્માન યોજના અટકાવી દેવામાં આવી. મમતા સરકાર યોજના વિરૂદ્ધ ઉભી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત સહિત આખી દુનિયાને દિશા બતાવનાર મહાન સંતો, વીરોની પાવન ધરા પશ્વિમ બંગાળને માથું ઝુકાવીને નમન કરું છું. બંગાળની મહાન ધરતીમાં સીએમ મમતા બેનર્જીની સરકાર પોલીસનું રાજકારણ કર્યું.

(12:00 am IST)