Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ભારતમાં થતાં ઓપરેશનોમાં સૌથી વધુ પ્રમાણ સિઝેરિયનનું

વર્ષમાં આશરે ૨ કરોડ ઓપરેશન : ૧ લાખ લોકોના રોગ નિવારણ માટેના સર્જિકલ ભારણને પહોંચી વળવા માટે પાંચ હજાર સર્જરીની જરૂરિયાત છે

નવી દિલ્હી, તા. : ભારત જેવા નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં લાખ લોકોના રોગ નિવારણ માટેના સર્જિકલ ભારણને પહોંચી વળવા માટે હજાર સર્જરીની જરૂરિયાત છે, તેમ લેન્સેટ કમિશન ફોર ગ્લોબલ સર્જરીનો અંદાજો છે. પરંતુ પેન-ઈન્ડિયા સર્જરી માર્કેટના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં પ્રતિ લાખની વસ્તીએ ,૪૬૩ સર્જરી થાય છે. જે પ્રતિ લાખે જોઈતી ,૦૦૦ સર્જરીના માત્ર ૨૯ ટકા છે. ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષમાં આશરે કરોડ ઓપરેશન (જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની અને જનરલ એનેસ્થેસિયાની જરૂર હોય) થયા અને તેમાં સી-સેક્શન સર્જરી એટલે કે સિઝેરિયનની સંખ્યા સૌથી વધારે હતી, તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે. પ્રેક્સીસ ગ્લોબલ અલાયન્સ નામની કન્સલ્ટન્સી ફર્મ દ્વારા સ્ટડી માટે ડેટા કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, વર્લ્ડ બેંક, ડૉક્ટરોના ઈન્ટરવ્યૂ અને પીજીએ લેબ્સના જાહેર પ્લેટફોર્મ પરથી લેવામાં આવ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં થયેલી બે કરોડ સર્જરીમાંથી ૮૦ લાખ જનરલ સર્જરી (હેમરોઈડેક્ટોમી, હર્નિયા, કોલેસેસ્ટેકટોમી, ટ્રોમા અને લેપ્રોસ્કોપી સર્જરી), ૫૦ લાખ ગાયનેકોલોજી સર્જરી હતી. જેમાંથી ૭૦ ટકા અથવા ૩૫,૦૦,૦૦૦ સિઝેરિયન હતા. ન્યૂરોલોજી, ઓર્થોપેડિયેક ગેસ્ટ્રો-ઈન્ટેસ્ટેન્શિયલ, ઓક્નોલોજી અને કાર્ડિયોલોજીની ૧૦-૧૦ લાખ સર્જરી થઈ હતી. રિપોર્ટના ડેટા પરથી જાણી શકાય છે કે, ભારતમાં ઓપરેશનની પ્રક્રિયાની માગ અને પુરવઠામાં ખૂબ મોટો તફાવત છે. ઓપરેશન થિયેટર સુધી ઘણા દર્દીઓ નથી પહોંચી શકતા તેનું મોટુ કારણ છે કે, આવા ઓપરેશનો તેમને પરવડતા નથી. ત્યારે સિનિયર કાર્ડિયોવેસ્ક્યુલર અને થોસિક સર્જન ડૉ. રમાકાંત પાન્ડાએ કહ્યું કે, ભારતના ગરીબો ઓપરેશન નથી કરાવી શકતાં કારણકે સરકારી હોસ્પિટલોમાં પૂરતા બેડની સુવિધા નથી. મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટીટ્યૂટના મેનેજિંગ ડાયરેક્ટર અને વીએસ ડૉ. પાન્ડાએ આગળ કહ્યું, મધ્યમ આવક ધરાવતા ભારતીયો સરકારી હોસ્પિટલ પ્રત્યે પૂર્વગ્રહ રાખે છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર પોસાતી નથી.

(12:00 am IST)