Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

નવી સ્ક્રેપ પોલિસી તૈયાર : સ્ક્રેપમાં ગાડીઓ આપનારાને થશે મોટો ફાયદો

વ્યાવસાયિક વાહન ૧૫ વર્ષ અને ખાનગી વાહનો ૨૦ વર્ષ પછી નહી ચલાવી શકાય : સ્ક્રેપિંગ પોલીસીથી ઓટો ઇન્ડસ્ટ્રીને મળશે લાભ : બજેટમાં કરાઇ છે આ પોલીસીની ઘોષણા

નવી દિલ્હી તા. ૮ : ઓટો સેકટર માટે વોલેન્ટરી સ્ક્રેપિંગ પોલિસીની રાહ જોવાઈ રહી હતી હવે ખાનગી વાહનો ૨૦ વર્ષ અને વ્યાવસાયિક વાહન ૧૫ વર્ષ પછી સડક પર ચલાવી શકાશે નહીં.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે નવી સ્ક્રેપ પોલિસીના આધારે નવું વાહન ખરીદતી સમયે જૂના અને પ્રદૂષણ ફએલાવનારા વાહનને સ્ક્રેપ કરવાનો ઓપ્શન પસંદ કરનારાને અનેક લાભ મળશે. આ પોલિસીને પ્રોત્સાહન કરાર ગણાવતા તેઓએ કહ્યું કે તેનાથી આવનારા વર્ષોમાં ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીનો કારોબાર ૩૦ ટકા વધીને ૧૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં વોલેન્ટરી સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી ઓટો ઈન્ડસ્ટ્રીને કોવિડ -૧૯ મહામારીના પ્રતિકૂળ પ્રભાવથી બહાર આવવામાં મદદ મળશે. ઓટો સેકટરના માટે વોલેન્ટરી સ્ક્રેપિંગ પોલીસીની રાહ લાંબા સમયથી જોવાઈ રહી છે. હવે ખાનગી વાહન ૨૦ વર્ષ અને વ્યાવસાયિક વાહનો ૧૫ વર્ષ બાદ સડક પર ચલાવી શકાશે નહીં.

ગડકરીએ કહ્યું કે પોતાના વાહનોને સ્ક્રેપ કરવાનો ફાયદો પસંદ કરનારા ગ્રાહકોને મેન્યુફેકચરરથી લાભ અપાશે. વાસ્તવમાં કબાડ નિતિ ફાયદારૂપ સાબિત થશે. તેનાથી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે અને સાથે ઓટો ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે. સાથે વાહનોનું પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.

તેઓએ કહ્યું કે તેઓ જલ્દી આ પોલિસીને જાહેર કરશે. તેઓએ આશા રાખી છે કે આવનારા દિવસોમાં ઓટો ઈન્ડસ્ટ્રી સૌથી વધારે રોજગાર આપનારા ક્ષેત્રોમાં સામેલ થશે. જો નીતિ સ્વૈચ્છિક છે તો એવામાં કેટલાક લોકો આ વિકલ્પ પસંદ નહીં કરે તો તે માટે શું વિકલ્પ છે તેના જવાબમાં ગડકરીએ કહ્યું કે તેમાં હરિત ટેકસ અને અન્ય શુલ્ક જાહેર કરાશે. એવા વાહનોએ ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટમાંથી પણ પસાર થવું પડશે.

(10:24 am IST)