Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

શું બન્‍યું? ૧૭૦ લાપત્તામાં કોણ-કોણ?

ઉત્તરાખંડ - તપોવન ખાતે જયારે નંદાદેવી ઉપર ગ્‍લેસીયર તૂટીને ખાબકયો ત્‍યારે એનટીપીસીના હાઇડ્રોપાવર સાઇટ ઉપર ૧૪૮ લોકો હતા અને બીજી સાઇટ ઉપર ૨૨ લોકો હતા. મોટા ભાગના મજૂરો હતા અને પાણી ઘસી આવતા ટનેલમાં સપડાઇ ગયેલ

* પર્વતો ઉપરથી પાણી ઘસી આવતા મકાનો તણાઇ ગયેલ. ઘણા ગામડા ખાલી કરાવાયા

* નંદાદેવી ગ્‍લેસીયર ઉપરથી બરફનો મોટો પર્વત તૂટીને છૂટો પડેલ. જેના લીધે  હાઇડ્રો-ઇલેકટ્રીક પાવર સ્‍ટેશને બધુ સાફ થઇ ગયું

* હિમાલયાના ગઢવાલમાં જોશીમઠથી આ વિસ્‍તાર ૨૬ કી.મી.ના અંતરે આવેલ છે

* જેનાથી પ્રચંડ માત્રામાં પાણીનો જથ્‍થો, કાદવ, પથરા, શીલાઓ નીચાણ વિસ્‍તારોમાં ઘસી આવે

* સવારે ૧૦ આસપાસ રૈની નામના ગામડા પાસે નંદાદેવીમાંથી ગ્‍લેસીયર (બરફનો પહાડ તૂટીને મોટો હીસ્‍સો ઘૌલીગંગામાં ખાબકયો

*  એનટીપીસીના તપોવન - વિષ્‍ણુક હાઇડલ પ્રોજેકટ અને રીશી ગંગા હાઇડલ પ્રોજેકટ આ બંને પાવર પ્રોજેકટને પારાવાર નુકશાન થયુ અને ભયાનક પાણીના પૂરને લીધે પાંચ બ્રીજને નુકશાન થયું, તૂટી પડયા

* સવાર સુધીમાં સત્તાવર ૧૬ મૃતદેહ મળી આવ્‍યા છે. બીજા ૮ મૃતદેહ મળી આવ્‍યાનન અહેવાલો મળે છે

* સવારથી હવાઇ માર્ગે બચાવ-રાહત શરૂ થઇ ગયેલ છે. જેસીબીથી બધો મલબો હટાવી ટનેલમાં ફસાયેલાને બહાર કાઢવા ભારે પ્રયાસો ચાલુ છે. વિવિધ ટનલમાં ૩૦ આસપાસ લોકો ફસાયેલા છે

(10:34 am IST)