Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

છોકરીની ફ્રેંડ રીકવેસ્‍ટ યૌન સંબંધોની સહમતી નથી

હિમાચલ હાઇકોર્ર્ટે આરોપીને જામીન આપવાનો કર્યો ઇન્‍કાર

શિમલાઃ હિમાચલ હાઇકોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે જો કોઇ છોકરી કોઇ છોકરાને ફેન્‍ડ રીકવેસ્‍ટ મોકલે તો તેનો મતલબ એવો નથી કે તે યૌન સંબંધ બનાવવા માંગે છે. કોર્ટે ૧૩ વર્ષની છોકરી સાથે હોટલમાં શારિરીક સંબંધ જોડવાના આરોપી ૧૯ વર્ષના યુવકને જામીન આપવાની ના પાડી હતી.

પોતાના વકીલ દ્વારા આરોપીઓ કોર્ટમાં કહ્યું કે છોકરીએ પોતાના નામનું ફેસબુક એકાઉન્‍ટ બનાવ્‍યું હતું એટલે તે એવું માની રહ્યો હતો કે તેની ઉંમર ૧૮ વર્ષની છે. જસ્‍ટીસ અનુપ ચિટકારાએ તેની આ દલીલને ફગાવી દીધી હતી કોર્ટને જાણવા મળ્‍યું કે ફેસબુક એકાઉન્‍ટ બનાવવા માટે લઘુતમ વયમર્યાદા ૧૩ વર્ષ છે. કોર્ટે કહ્યું કે પબ્‍લીક પ્‍લેટફોર્મ લોકો પોતાની ઓળખને સંપૂર્ણ ખૂલાસો નથી કરતા જે અમાન્‍ય નથી. કોર્ટે એમ પણ કહ્યું કે જયારે આરોપીએ પીડિતાને જોઇ તો તેને ખબર પડી જ ગઇ હશે કે તેની ઉંમર ઓછી છે.

છોકરી સગીર હોવાથી તેની સંમતિને ધ્‍યાનમાં લેવાની રહેતી જ નથી. એવુ જરા પણ ન માની લેવાય કે ફ્રેંડ રીકવેસ્‍ટ મોકલીને છોકરીએ પોતાની સ્‍વતંત્રતા અને અધિકાર યુવકને સોંપી દીધા છે. કોર્ટે કહ્યું કે લોકો જાસુસી કરવા અથવા યૌન અને માનસિક ઉત્‍પીડન સહેવા નહીં પણ મનોરંજન, એકબીજા સાથે જોડાવા તથા માહિતી મેળવવા માટે સોશ્‍યલ મીડીયા પર આવે છે.

(10:35 am IST)