Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સરહદે ફરી જોવાયુ પાકિસ્તાની ડ્રોન:પઠાણકોટના બમિયાલ સેક્ટરમાં સરહદ પારથી એક ડ્રોન દેખાયું

બીએસએફના ફાયરિંગ બાદ પરત ફર્યું; સેનાનું સર્ચ ઓપરેશન શરૂ

નવી દિલ્હી : ભારત-પાકિસ્તાન સરહદ પર બમિયાલ સેક્ટરમાં રાત્રે ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. બીએસએફ તરફથી ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પાછું પાકિસ્તાન સરહદમાં ફર્યું હતું,સવારથી પોલીસ અને બીએસએફ સરહદ પર સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જણાવીએ કે છેલ્લા પાંચ દિવસમાં આ પ્રકારની આ ચોથી ઘટના છે.


મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની સરહદે આવેલા પઠાણકોટ જિલ્લાના બમિયાલ સેક્ટરમાં શનિવારે રાત્રે સરહદ પારથી એક ડ્રોન આવતું જોવા મળ્યું હતુ. ત્યાર બાદ તરત જ સતર્ક થયેલ પહરીપુર ગામે આવેલી બીએસએફની ચોકીના જવાનોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કયર્િ બાદ ડ્રોન પાકિસ્તાન તરફ પાછું ચાલ્યું ગયું હતું. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દીધી છે. પોલીસે રવિવારે સવારે સરહદને અડીને આવેલા ચાર કિલોમીટર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ વાતની પુષ્ટિ પોલીસ સ્ટેશન નરોટ જયમલસિંહના પ્રભારી પુષ્પેન્દ્રસિંહે કરી છે. તેમણે જણાવ્યું કે શનિવારે બીએસએફએ ભારત-પાક સરહદ પર ડ્રોન જોયુ હતુ, ફાયરિંગ કયર્િ બાદ ડ્રોન પરત જતું રહ્યું હતું. પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

(11:35 am IST)