Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પાંચ પ્રસ્તાવ પસાર : આંદોલન ખતમ નહિ થાય

રાકેશ ટીકૈતની મહાપંચાયતમાં હજારો ખેડૂતોની હકડેઠઠ્ઠ હાજરી

નવી દિલ્હી,તા.૮:  ખેડુત નેતા રાકેશ ટિકૈતે કિતલાના ટોલ પ્લાઝા પર યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ૧૫ હજારથી પણ વધુ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાપંચાયતને સંયુકત કિસાન મોરચાનાં નેતા ટિકૈત ઉપરાંત દર્શન પાલ સિંહ અને બલબીર સિંહ રાજેવાલે પણ સંબોધિત કરી હતી , મહાપંચાયતમાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્ત્।ર પ્રદેશથી ૫૦થી પણ વધુ 'ખાપ' પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

કિસાન મહાપંચાયતનાં પ્રમુખપદે રહેલા દાદરીનાં અપક્ષ ધારાસભ્ય અને સાંગવાન ખાપ-૪૦નાં પ્રધાન સોમબીર સાંગવાન રહેલ, મહમનાં ધારાસભ્ય કુંડુ પણ મહાપંચાયતમાં પહોચ્યાં, ખાપ-૧૯નાં પ્રધાન બલવંત નંબરદારે ખેડુત નેતાઓને કહ્યું કે આદોલનને હવે કોઇ પણ સ્થિતીમાં નબળું પડવા દેવામાં આવશે નહીં.

લગભગ અઢી કલાક ચાલેલી મહાપંચાયતમાં મંચ પરથી પાંચ પ્રસ્તાવ પારીત કરેલ છે. શ્રી ટિકૈતે મંચ પરથી એલાન કર્યું છે કે ખેડુતોની માંગ પુરી નહીં થાય ત્યાં સુધી આંદોલન કોઇ પણ હાલતમાં ખતમ નહીં થાય,

પાંચ પ્રસ્તાવ પસાર કરાયા હતા જેમાં કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં આવે અને 'એમએસપી'ની ગેરંટી નક્કી થાય, ખેડુતો પર જે ખોટા કેસ કરાયા છે તે રદ્દ કરવામાં આવે, દિલ્હી પરેડમાં ગિરફ્તાર થયેલા યુવાનો અને ખેડુતોને તાત્કાલિક મુકત કરવામાં આવે, દિલ્હી હિંસામાં જે ખેડુતોનાં વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, તેને છોડવામાં આવે, નેશનલ હાઇવે ૧૫૨-ડી માટે ખેડૂતોની જે જમીનનું અધિગ્રહણ કરાયું છે તે જમીનનું યોગ્ય વળતર ખેડુતોને મળે.. એ માંગણીઓ મુખ્ય છે.

(11:37 am IST)