Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

દોસ્‍તી નિભાવી : અફઘાનિસ્‍તાનને રાજી રાજી કરી દેતું ભારતીય તંત્ર

નવી દિલ્‍હી તા. ૮ : ભારતે રવિવારે અફઘાનિસ્‍તાનને કોરોના વાયરસનાં ૫,૦૦,૦૦૦ ડોઝ મોકલ્‍યા છે, અફઘાનિસ્‍તાને આ માટે ભારતનો આભાર માન્‍યો છે, અને કહ્યું કે આ સહૃદયતા અને બંને દેશો વચ્‍ચેનો મજબુત સંબંધની પ્રતિબધ્‍ધતાનો પુરાવો છે, અધિકારીઓએ જણાવ્‍યું કે ભારતે ભેંટ સ્‍વરૂપે કોરોના વાયરસની રસી મોકલાવી છે.

અફઘાનિસ્‍તાનનાં વિદેશ પ્રધાન મોહમ્‍મદ હનીફ અતમરે ટ્‍વીટ કરીને રસી મોકલાવવા માટે અને રોગચાળાને ફેલાતો રોકવામાં મદદ કરવા માટે ભારતીય સમકક્ષ એસ જયશંકર, ભારતનાં લોકો અને સરકાર પ્રત્‍યે આભાર પ્રગટ કર્યો.

અતમરે ભારતનાં સહયોગને સહૃદયતા અને મજબુત સંબંધોનું પ્રતિક બતાવ્‍યું, ભારતે મોકલેલા કોરોના વાયરસની રસીની ખેપને અફઘાનિસ્‍તાનનાં કાર્યકારી લોક આરોગ્‍ય પ્રધાન વાહીદ મજરોહે કાબુલમાં ભારતીય દુતાવાસનાં પ્રભારી રઘુરામ એસ પાસેથી પ્રાપ્ત કરી.

(12:15 pm IST)