Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

એટીએમ ટ્રાન્‍ઝેકશનના નવા નિયમો લાગુ : ટ્રાન્‍ઝેકશન નિષ્‍ફળ જશે તો દંડ ફટકારાશે

૨૦ રૂા.નો ચાંદલો અને માથે જતા જીએસટી !!

નવી દિલ્‍હી તા. ૮ : જો તમે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, એસબીઆઇ એટલે કે સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાએ એટીએમ ટ્રાન્‍ઝેક્‍શનને લઈને નવા નિયમો જારી કર્યા છે. નવા નિયમ મુજબ, જો ટ્રાન્‍સઝેક્‍શન નિષ્‍ફળ જાય તો તમારે દંડ ચૂકવવો પડશે. એટલે કે, જયારે તમારા ખાતામાં બેલેન્‍સ ઓછું થશે અને જેના કારણે ટ્રાન્‍ઝેક્‍શન નિષ્‍ફળ જશે, ત્‍યારે તમારે હવે દંડ ભરવો પડશે.

બેંકના નવા નિયમો અનુસાર ફંડની ખામીના કારણે ટ્રાન્‍ઝેકશન ફેલ થવા પર બેંક ખાતાધારકો પાસેથી પેનલ્‍ટીના રૂપમાં ૨૦ રૂપિયા અને તેના પર GST અલગથી વસૂલ કરશે. જો તમે આ દંડથી બચવા માંગો છો તો તમને તમારા ખાતામા રહેલા બેલેન્‍સની જાણકારી હોવી જોઈએ. તેના માટે તમારી પાસે બે વિકલ્‍પ છે. મિસ્‍ડ કોલ અને SMSની સુવિધા.

તમે કસ્‍ટમર કેર પર કોલ કરીને પણ વેલેંસ ચેક કરી શકો છો. ATMમાંથી રોકડ ઉપાડતા પહેલા હંમેશા તમારૂ બેલેંસ ચેક કરો. SBI મેટ્રો સિટીમાં એક મહિનામાં પોતાના નિયમિત બચત ખાતાધારકોને ૮ મફત લેવડ-દેવડની પરવાનગી આપે છે. જેમાં ૫ SBI ATM અને એક અન્‍ય બેંકના ૩ ATMમાંથી મફત લેનદેન સામેલ છે. તેનાથી વધારે લેવડ-દેવડ કરવા પર પેનલ્‍ટી લાગે છે.

(12:23 pm IST)