Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

હવાઇ ઉડ્ડયન કરનારાઓની સંખ્યા પૂર્વવત થવા લાગી : કોરોનાની ભડક ભાગી ગઈ

દેશના તમામ એરપોર્ટ ઉપર જાન્યુઆરી ૨૦૨૧ ના મહિનામાં એર ટ્રાફિક વધવા લાગ્યો છે. એવું લાગે છે કે જાણે વિમાનો દ્વારા પ્રવાસ કરનારા લોકોમાંથી કોરોનાની ભડક જતી રહી છે.

જાન્યુઆરી સુધીમાં લગભગ ૭૬ લાખ મુસાફરોએ ઘર આંગણે હવાઈ ઉડયન કરેલ છે. જે ગયા વર્ષે ૨૦૨૦માં જાન્યુઆરી મહિનામાં આ જ સમયે જે ટ્રાફિક હતો તેનાથી ૪૧ ઓછો છે. ૭૨ મુસાફરોની ઓકયુપન્સી, મુસાફરો સાથે ૭૧ ટકા વીમાનો ફરી ઉડવા લાગ્યા છે. જાન્યુઆરી ૨૦૨૦ માં આ જ સમય દરમિયાન આ આંકડો લગભગ ૭૨ ટકાનો હતો.

(5:28 pm IST)