Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા સાથે ઓનલાઇન ફ્રોડ : એકાઉન્ટમાંથી 34000 કપાયા

ક્યુઆર કોડ સ્કેન કર્યા બાદ હર્ષિતાના એકાઉન્ટમાં પૈસા આવવાના બદલે કપાઈ ગયા

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા ઓનલાઇન ફ્રોડનો શિકાર બની છે. હર્ષિતા OLX ઉપર સોફો વેચવા માંગતી હતી. એક વ્યક્તિએ તેનો સોફો ખરીદવા માટે રસ દાખવ્યો. બંને વચ્ચે ડીલ નક્કી થયા બાદ તે વ્યક્તિએ હર્ષિતાને એક ક્યુઆર કોડ મોકલ્યો અને તેને સ્કેન કરવા માટે કહ્યું. ત્યારબાદ કેજરીવાલની દીકરીએ તેને સ્કેન કર્યો અને તેના કાઉન્ટમાંથી 34000 રુપિયા કપાઇ ગયા.

દિલ્હી પોલીસના અધિકારીઓએ કહ્યું કે ફરિયાદ મળ્યા બાદ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જેના આધાર ઉપર આ ઘટનાની તપાસ શરુ કરવામાં આવી છે. ત્યારબાદ આ જાણ્યા વ્યક્તિની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ફ્રોડ કરનારા વ્યક્તિએ હર્ષિતાને એક ક્યુઆર કોડ મોકલ્યો અને તેને સ્કેન કરવાનું કહ્યું, જેથી તેને સોફાના પૈસા આપી શકે. પરંતુ ક્યુઆર કોડ સ્કેન કર્યા બાદ હર્ષિતાના એકાઉન્ટમાં પૈસા આવવાના બદલે 20000 રુપિયા કપાઇ ગયા. ત્યારબાદ હર્ષિતાએ તે વ્યક્તિને પૈસા કપાવવાની વાત કરી, તો તેણે દાવો કર્યો કે ભૂલમાં ખોટો ક્યુઆર કોડ મોકલી દીધો. ત્યારબાદ તેણે એક બીજી લિંક મોકલી અને ફરી વખત 14000 રુપિયા તેના એકાઉન્ટમાંથી કપાઇ ગયા.

(11:10 pm IST)